ગોંડલ તા.13
ગોંડલ વેપારી મહામંડળ(ગ્રેટર ચેમ્બર્સ) દ્વારા આગામી શનિવાર તા.16 સાંજે પાંચ કલાકે ટાઉનહોલ ખાતે મહત્વ ની બેઠક નું આયોજન કરાયું છે.માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક અંગે વેપારી મહામંડળ નાં પ્રમુખ ગોપાલભાઇ ટોળીયા એ જણાવ્યું કે બેઠક માં હોદ્દેદારો ની વરણી સાથે વાણિજ્ય વેપાર અંગે ચર્ચા કરાશે.વેપારી આલમની સલામતી અને સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરાશે.સાથોસાથ અલગઅલગ વેપારી સંગઠનો ને એક છત્ર હેઠળ એકત્રીત કરાશે.શનિવારે યોજાયેલ બેઠક માં શહેર નાં નાના મોટા વેપારીઓ ને ઉપસ્થિત રહેવાં ગોપાલભાઇ ટોળીયા ની યાદીમાં જણાવાયું છે.