રાજકોટ તા.13
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ચાર-પાંચ દિવસ સ્થિર રહ્યા બાદ ફરી વધ્યા છે. રાજકોટમાં આજે પેટ્રોલમાં 24 પૈસા તથા ડીઝલમાં 27 પૈસાનો ભાવ વધારો થયો હતો. રાજકોટમાં આજે ડિઝલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો હતો અને પ્રતિ લીટરના રૂા.80.16 થયો હતો. પેટ્રોલનો પ્રતિલીટર ભાવ રૂા.80.16 થયો હતો. કોરોના લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝ ડયુટીમાં ધરખમ વધારો કર્યો હતો અને હજુ સુધી તેમાં કોઈ રાહત આપી ન હોવાથી ઉંચા ભાવ વપરાશકારોને દઝાડી રહ્યા છે. કોરોનાના નિયંત્રણો હળવા થઈ ગયા હોવાના કારણોસર વિશ્ર્વસ્તરે પેટ્રોલ ડીઝલના વપરાશમાં વધારાને પગલે વૈશ્ર્વીક ક્રુડતેલ તેજીના માર્ગે આવી ગયુ છે. ફેબ્રુઆરી 2019 પછી ક્રુડતેલનો સૌથી ઉંચો ભાવ થયા બાદ આંશીક ઘટાડો હતો. હવે ફરી ભાવ વધ્યા છે. ભારતમાં આંતર રાષ્ટ્રીય ભાવના આધારે દૈનિક વધઘટની પદ્ધતિ છે.