જસદણ યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી

13 January 2021 10:43 AM
Jasdan
  • જસદણ યુવા ભાજપ દ્વારા સ્વામી  વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા. 13
જસદણ શહેર યુવા ભાજપ તેમજ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ જેમાં આટકોટ રોડ બાયપાસ પાસેથી યુવા ભાજપ દ્વારા બાઇક રેલી યોજવામાં આવેલ આ રેલીમાં જસદણ શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રુપારેલીયા, યુવા ભાજપના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, ભારતીય જનતા પાર્ટી ના આગેવાન અને પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાવ, નગરપાલિકાના સદસ્ય જેડી ઢોલરીયા, નરેશભાઈ ચોહલીયા, મેહુલભાઈ કુંભાણી, ભાજપના મહામંત્રી મુકેશભાઈ જાદવ, બીબીસી છાયાણી, યુવા ભાજપના મુકેશભાઈ મકવાણા, વિજયભાઈ ચાવ, અલ્પેશભાઈ રાજપરા, દીપકભાઈ વાઘેલા, અમરસિંહ રાઠોડ વગેરે બાઇક રેલી દ્વારા મોક્ષ ધામએ ગયેલ જ્યાં સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના આગેવાનો ધીરુભાઈ છાયાણી, ભરતભાઈ વાળા, દેવશંકરભાઈ ચાવ, તેમજ શામતભાઇ ચાવડા દ્વારા રેલીનું સ્વાગત કરેલ અને મોક્ષ ધામમાં આવેલ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ફુલહાર કરી ઉત્સાહભેર ઉજવણી કરેલ. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્ટ તેમજ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવેલ અને મીઠા મોઢા કરાવી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.


Loading...
Advertisement