સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિતે ગોંડલમાં પુસ્તક મેળો યોજાયો

13 January 2021 10:39 AM
Gondal
  • સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિતે ગોંડલમાં પુસ્તક મેળો યોજાયો

નગરજનોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

ગોંડલ તા.13
સ્વામી વિવેકાનંદજી ની 158 મી જન્મ જ્યંતી અંતર્ગત ગોંડલ તથા કોટડાસાંગાણી તાલુકા ના શિક્ષકો દ્વારા નફો અને નુકસાન વગર 30 થી 60% સુધીના વળતર સાથે સ્વામી વિવેકાનંદજી ઉપરાંત અન્ય પ્રકાસકોના પુસ્તકોનું વેચાણ કરવામાં આવેલ હતું.આ પુસ્તક મેળામાં સ્વામી વિવેકાનંદજી ના પુસ્તકબાળ સાહિત્ય ગુજરાતી સાહિત્ય ઇતિહાસ, પ્રસનાલીટી ડેવલવમેન્ટ, પોઝિટિવ થીંકીંગ, આયુર્વેદના પુસ્તક મહારાજા ભગવતસિંહજી જીવન ચરિત્ર ઉપરોક્ત વિવિધ સાહિત્ય ના પુસ્તકો આ મેળામાં મુકવામાં આવેલ હતાં.ગોંડલના કોલેજચોક ખાતે પુસ્તક મેળામાં ખુબ મોટી સંખ્યામાં યુવાનો શિક્ષકો, પ્રબુધ્ધ નાગરિકો એ મુલાકાત લીધી હતી.” વાવણી” પુસ્તક મેળામાં મુખ્ય મહેમાન તરીકે યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહજી(ગણેશભાઈ) જાડેજા,યુવા ભાજપ જીલ્લા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ , અશોકભાઈ પીપળીયા , રાજપુત સમાજના છોટુભા જાડેજા સહીત શહેરીજનો એ મુલાકાત લીધી હતી. કાર્યક્રમ ની સફળતા માટે વીરભદ્રસિંહ જાડેજા, આશીષસિંહ વાઘેલા , ધર્મેન્દ્રભાઈ કોઠારી , યતિનભાઈ સાવલિયા, પ્રવીણભાઈ પારખીયા, જયપાલસિંહ જાડેજા એ જહેમત ઉઠાવેલ હતી.


Loading...
Advertisement