બોટાદમા હાઇમાસ્ટર ટાવર પરત્વે દુર્લક્ષ

13 January 2021 10:27 AM
Botad
  • બોટાદમા હાઇમાસ્ટર ટાવર પરત્વે દુર્લક્ષ

બોટાદ શહેરની આન બાન શાન એટલે જુલતો મિનારોબોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસ ના કામો અગાઉ પણ થયા છે હાલમાં પણ થઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ ચાલુ રહેશે પણ આ વિકાસના કામો જ્યાં થયેલા છે ત્યાં અમુક સમય બાદ ત્યાંનો નજારો કંઇક અલગ જ જોવા મળે છે વાત કરીએ બોટાદના નાગલપર દરવાજાની તો નાગલપર દરવાજા એ લાઈટનો હાઈલાઈટ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો જે ટાવરમાં લાઈટનું મેન્ટેનન્સ કામ કરવા માટે ટાવરની અંદર બે વાયર હોય છે જેમાંથી છેલ્લા કેટલાક મહિનાઓથી એક વાયર ટુટી ગયો છે તે વાયર તૂટી જવાથી લાઈટના થાંભલા ઉપરનો ભાગ લટકી રહ્યો છે જેને બોટાદની પ્રજા જુલતામિનારા તરીકે તેનું નામ આપવામાં આવ્યું પણ નગરપાલિકામાં બેઠેલા સત્તાધિશોને શું મોતિયા ઉતાર્યા હશે? છે કે બોટાદ શહેરમાં રાજકીય પાર્ટી જે વિકાસ ની પીપુડી આખો દી વગાડ્યા કરે છે શું તેમને આ જુલતો મિનારો નથી દેખાતો શું કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે.


Loading...
Advertisement