ડોગીના આશિર્વાદ!

13 January 2021 10:16 AM
Off-beat
  • ડોગીના આશિર્વાદ!

મંદિર બહારનો વીડીયો થઇ ગયો વાઇરલ

મુંબઇ તા. 13 : સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો એક વીડીયો જોઇને સૌ આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. વીડીયોમાં મંદીરની બહાર બેઠેલો એક શ્વાન  બહાર નીકળી રહેલા ભકતોને આશીર્વાદ આપી રહયો છે અને તેમની સાથે હાથ પણ મીલાવી રહયો છે.આ વિડીયો સિધ્ધટેકના સિધ્ધિવિનાયક મંદીરનો હોવાનું જણાવાઇ રહયુ છે. વિડીયો ફેસબુક પર અરુણ લિમડીયાએ શેર કર્યો છે. અરુણે ફેસબુક પર બે વિડીયો શેર કર્યા છે. વિડીયોમાં મંદિરના એકિઝટ ગેટ પર એક શ્વાન બેઠો છે અને મંદિરમાંથી બહાર નીકળી રહેલા ભકતોને પોતાનો પંજો ઉઠાવીને આશીર્વાદ આપી રહયો છે. લોકો આ શ્વાન ના ફેન થઇ ગયા છે.વિડીયો જોયા બાદ ઘણા લોકોએ આ શ્વાનને જોવા માટે મંદિર જવાની ઇચ્છા વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે સિધ્ધટેકનું સિધ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે અને રોજ મોટી સંખ્યામાં ભકતો ભગવાન શ્રી ગણેશનાં દર્શન કરવા આવે છે.


Related News

Loading...
Advertisement