વિશ્વનું સૌથી સુખી અને નિરોગી શહેર ‘એમ્સ્ટર્ડમ’

13 January 2021 10:10 AM
World Top News
  • વિશ્વનું સૌથી સુખી અને નિરોગી શહેર ‘એમ્સ્ટર્ડમ’

જહાં ગમ ભી ન હો આંસુ ભી ન હો બસ પ્યાર હી પ્યાર મિલે....:વિશ્વના 10 દેશોના 44 શહેરોનાં સર્વેમાં નેધરલેન્ડનાં એમ્સ્ટર્ડમે મેદાન માર્યુ: લંડન અસ્વસ્થ શહેરોમાં સામેલ

વોશીંગ્ટન તા.13
આપણે ત્યાં એક કહેવત છે પહેલુ સુખ તે જાતે નર્યા. અર્થાત જો આપણે સાજા-નરવા હોઈએ તો જો પહેલુ સુખ છે.દુનિયામાં ‘એમ્સ્ટર્ડમ’ એક એવુ શહેર છે જયાં બધા જ સ્વસ્થ છે અને સુખી પણ છે!સ્વસ્થ જીવન શૈલીને લઈને 44 શહેરોનાં સર્વેમાં આ વિગત બહાર આવી છે.રસપ્રદ બાબત એ છે કે સૌથી અસ્વસ્થ શહેરમાં લંડનનો સમાવેશ થાય છે.લેનસ્ટોરની નવી સ્વસ્થ જીવનશૈલી રિપોર્ટમાં એ નિર્ધારીત કરવા માટે 10 દેશોનાં વૈશ્વિક શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે આ વિશ્લેષણ માં એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે કયું શહેર ખુશ અને સ્વસ્થ જીવન શૈલી માટે સૌથી વધુ અવસર આપે છે. આ સર્વેમાં નેદરલેન્ડનું શહેર એમ્સ્ટર્ડમને સૌથી સુખી અને સ્વસ્થ જીવન શૈલી માટેનું સૌથી સારા શહેરનું છોગુ મળ્યુ હતું.વિશેષજ્ઞોના અનુસાર આ શહેરના લોકો લગભગ દરેક સ્તરે વધારે સુખી અને સ્વસ્થ જોવા મળ્યા હતા. જયારે સામે પક્ષે બ્રિટનના શહેરોનું પ્રદર્શન સારૂ નહોતું રહ્યું. રસપ્રદ બાબત એ હતી કે લંડન આ સર્વેમાં અસ્વસ્થ શહેરોની યાદીમાં સામેલ થયુ હતું.


આ રીતે થયુ હતું સર્વેક્ષણ
સર્વે માટે 10 દેશોનાં 44 શહેરોને સામેલ કરાયા હતા. માપદંડ માટે શહેરોમાં સુર્ય પ્રકાશના કલાકો, પાણીની બોટલની કિંમત, રાષ્ટ્રીય સ્તરે લોકોના જાડાપણાનું સ્તર પ્રદુષણનું સ્તર, આયુષ્ય, વાર્ષિક કામના કલાકો, રાષ્ટ્રીય સ્તરે ખુશીનું સ્તર પ્રસ્તાવ પર બહારની ગતિવિધી સામેલ હતી.આ સર્વે મુજબ એમ્સ્ટર્ડમમાં દર વર્ષે 1,858 કલાક સુર્યપ્રકાશ રહે છે. અહીના લોકો સરેરાશ 1,434 કલાક કામ કરે છે. વિશેષજ્ઞોને આ શહેરોનાં નાગરીકોનું ખુશીનું સ્તર 7.44 નું પ્રભાવશાળી લાગ્યુ હતું.


સ્વસ્થ અને ખુશીના સ્તરે બીજા નંબરે છે સિડની
સ્વસ્થ અને સુખી શહેરોમાં એમ્સ્ટર્ડમ બાદ બીજા નંબરે ઓસ્ટ્રેલીયાનું સિડની શહેર આવ્યુ છે. અહી દર વર્ષે લોકો 2636 કલાક સુર્ય પ્રકાશનો આનંદ લે છે. દેશમાં બહારની ગતિવિધીઓનો આનંદ લેવા માટે અહી ઘણા અવસર છે. અહી ખુશીનું સ્તર 7.22 જોવા મળ્યુ હતું.


Related News

Loading...
Advertisement