બીજીંગ તા.13
ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટસએપની નવી ગોપનીયતા નીતિના કારણે યુઝર્સ નવા વિકલ્પો પસંદ કરી રહ્યા છે તેનો સૌથી વધુ ફાયદો ટેલીગ્રામ અને સિગ્નલને મળ્યો છે.નવી નીતિને લઈને ટેલીગ્રામે વોટસએપની મજાક ઉડાવી છે. તેણે નવી નીતિ સાથે સંબંધીત સ્નેપ શોટની સાથે તાબૂત (શબપેટી) હાથમાં લઈને ડાન્સ કરી રહેલા લોકોના મીમ શેર કર્યા છે.ગયા સપ્તાહે વોટસએપની જાહેરાતના પગલે ટેલીગ્રામ અને સિગ્નલ જેવામેસેજીંગ એપની લોકપ્રિયતા અચાનક વધી ગઈ હતી. આ પહેલા પણ ટેલીગ્રામે બે સ્પાઈડર મીમ સાથે વોટસએપની મજાક ઉડાવી હતી અને આ વખતે ફરીથી તેણે એક નવું મીમ શેર કરીને ચીટીયો ભર્યો છે.ખરેખર તો ગત વર્ષે સોશ્યલ મીડીયા પર તાબૂત (શબપેટી) વાળા આ મીમ વાઈરલ થયા હતા, જેમાં તાબૂત ડાન્સર્સ ઘાનામાં પોલબિયરર્સનો એક સમૂહ છે જે અંતિમ સંસ્કારોમાં તાબૂતને લઈને ડાન્સ કરે છે. જેને યુઝર્સ તેને જોરદાર લાઈક કરી રહ્યા છે તેનો અંદાજ એ પરથી આવે છે કે અત્યાર સુધીમાં તેને 2.5 લાખથી વધુ લાઈક મળી ચૂકયા છે અને 63 હજાર યુઝર્સે તેના પર રીટિવટ કર્યું છે.