બોટાદ, તા. 13
બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા તથા તેમના સામાજીક ધાર્મિક સંગઠનો જેવા કે ગૌરક્ષક સમિતિ, રાષ્ટ્રીય રાજપુત કરણી સેના, સૂર્યસેના, કાઠીક્ષત્રીય સેના, ઇન્ટરનેશનલ જૈન ફાઉન્ડેશન, જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્ર વંદના મંચ, વિશ્ર્વસનાતન ધર્મ પરીષદ, તહેલકા ન્યુઝ, શિવસેના વિગેરે સંસ્થા સંગઠનો દ્વારા એક ગણુ દાન દાન-સહસ્ત્ર ગણા પુણ્યના પર્વ પ્રસંગો ગાયોને ઘાસ, કબુતરને ચણ, નાના ભુલકાઓને પતંગ દોરા, ગરીબ સાબુ બ્રાહ્મણો, ફકીરો વગેરે જરૂરીયાત મંદોને મિષ્ટાન યુકત ભોજન સાથે દાન દક્ષીણા અને ઠંડીથી રક્ષણ માટે ધાબળાનું વિતરણ કરવામાં આવશે તેમજ તારીખ 1રથી પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવેલ હોય તો પતંગબાજોને વિનંતી કે સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 પતંગો ન ચગાવવી કારણ કે તે સમય દરમિયાન પક્ષીઓ પોતાના માળામાં આવ - જાવ કરતા હોય તો ઘાયલ થવાની વધારે શકયતા હોય બોટાદ શહેરમાં કોઇપણ જગ્યાએ જાડ-તાર કે મકાન ઉપર પક્ષી દોરાથી ઘુંચવાયેલ, ઘાયલ જણાય તો બોટાદના પક્ષી બચાઓ અભિયાનના અધ્યક્ષ સામતભાઇ જેબલીયાના મોબાઇલ નંબર 98ર43 90133 તથા ઉપાધ્યક્ષ ગજેન્દ્રભાઇ ખાચર મો. નં. 63530 52333 ઉપર સંપર્ક કરી જાણ કરવાથી પક્ષી બચાવો અભિયાનની ટીમ જે તે સ્થળે પહોંચી થશે અને ઘાયલ પક્ષીની સારવાર કરશે છતાં વધુ ઇજા જણાશે તો બોટાદ મહાજન પાંજરાપોળમાં મુકી સારવાર કરાવવામાં આવશે અને બોટાદ શહેરમાં કોઇપણ સાધુ-બ્રાહ્મણને ધાબળાની જરૂરીયાત હોય તો ઉપરોકત નંબર ઉપર સંપર્ક કરવો તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવાયું છે.