રાજયકક્ષાના ગણતંત્ર દિવસનો કાર્યક્રમ જાહેર : મુખ્યમંત્રી દાહોદ, નાયબ મુખ્યમંત્રી વડોદરા અને ભુપેન્દ્રસિંહ રાજકોટમાં ધ્વજવંદન કરશે

12 January 2021 08:18 PM
Government Gujarat
  • રાજયકક્ષાના ગણતંત્ર દિવસનો કાર્યક્રમ જાહેર : મુખ્યમંત્રી દાહોદ, નાયબ મુખ્યમંત્રી વડોદરા અને ભુપેન્દ્રસિંહ રાજકોટમાં ધ્વજવંદન કરશે

સુરેન્દ્રનગરમાં આર.સી ફળદુ, જામનગરમાં જયેશ રાદડિયા, અમરેલીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભાવનગરમાં કુંવરજી બાવળીયા તિરંગો લહેરાવશે

રાજકોટઃ
આગામી 26મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. ગુજરાત સરકારે રાજયકક્ષાના ગણતંત્ર દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ ખાતે ધ્વજવંદન કરશે.

ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર(પ્રોટોકોલ) જીગ્નેશ ચૌધરીએ જાહેર કરેલી યાદી મુજબ વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ખેડામાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, કેબિનેટ મંત્રીઓમાં રાજકોટ ખાતે ભુપેન્દ્રસિંહ, સુરેન્દ્રનગરમાં આર.સી. ફળદુ, ગાંધીનગરમાં કૌશિક પટેલ, અમદાવાદમાં સૌરભ પટેલ, સુરતમાં ગણપત વસાવા, જામનગરમાં જયેશ રાદડિયા, કચ્છમાં દિલીપ ઠાકોર, નવસારીમાં ઈશ્વર પરમાર, ભાવનગરમાં કુંવરજી બાવળીયા, ગીર સોમનાથમાં જવાહર ચાવડા ધ્વજવંદન કરશે.

રાજયકક્ષાના મંત્રીઓમાં પંચમહાલ ખાતે પ્રદીપસિંહ જાડેજા, છોટાઉદેપુરમાં બચુભાઇ ખાબડ, આણંદમાં જયદ્રથસિંહ પરમાર, વલસાડમાં ઈશ્વરસિંહ પટેલ, પાટણમાં વાસણભાઈ આહીર, મહેસાણામાં વિભાવરીબેન દવે, અરવલ્લીમાં રમણલાલ પાટકર, ભરૂચમાં કિશોર કાનાણી(કુમાર), તાપીમાં યોગેશ પટેલ, અમરેલીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) તિરંગો લહેરાવશે. બાકીના જિલ્લાઓમાં કલેક્ટરો દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement