ટીમ ઈન્ડિયાને ઝટકા ઉપર ઝટકા: હવે મયંક અગ્રવાલ પણ ઈજાગ્રસ્ત

12 January 2021 06:26 PM
Sports
  •  ટીમ ઈન્ડિયાને ઝટકા ઉપર ઝટકા: હવે મયંક અગ્રવાલ પણ ઈજાગ્રસ્ત

પ્રેક્ટિસ દરમિયાન થઈ ઈજા: બ્રિસ્બેન ટેસ્ટમાં રમવું શંકાસ્પદ: મયંક ન રમી શકે તો ટીમમાં કોને સ્થાન આપવું તેના પર મથામણ શરૂ

મુંબઈ, તા.12 : ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા ત્રણ ટેસ્ટ રમી છે તે પહેલાં તેના 11 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ જતાં ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટની ચિંતામાં બમણો વધારો થયો છે. સિડની ટેસ્ટ દરમિયાન ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થયા બાદ હવે ઓપનિંગ બેટસમેન મયંક અગ્રવાલને પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજા થવાને કારણે બ્રિસ્બેન ટેસ્ટમાં રમવું શંકાસ્પદ બની ગયું છે. સિડની ટેસ્ટ પૂર્ણ થયા બાદ આજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હળવી પ્રેક્ટિસ કરી હતી જે દરમિયાન મયંકને ઈજા થઈ હોવાનું બહાર આવ્યું છે. બીજી બાજુ જો મેચમાં મયંક ન રમી શકે તો પ્લેઈંગ ઈલેવનમાં કોને સ્થાન આપવું તેના વિશે પણ મથામણ શરૂ કરી દેવામાં આવી છે કેમ કે હવે બેન્ચ સ્ટ્રેન્થ ઉપર પણ ટીમ ઈન્ડિયા પાસે મર્યાદિત ખેલાડીઓમાં વોશિંગ્ટન સુંદર અને ટી.નટરાજન જ છે અને મયંકના સ્થાને કોઈ બેટસમેનને તક આપવી જરૂરી હોય કેવી રીતે પ્લેઈંગ ઈલેવન તૈયાર કરાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


Related News

Loading...
Advertisement