નીડર, બેબાક, સાહસી, આકાંક્ષી યુવાનો જ ભવિષ્યનો પાયો નાખી શકે છે: મોદી

12 January 2021 06:19 PM
India Politics
  • નીડર, બેબાક, સાહસી, આકાંક્ષી યુવાનો જ ભવિષ્યનો પાયો નાખી શકે છે: મોદી

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી રાષ્ટ્રીય યુવા દિને વડાપ્રધાનનું યુવાનોને વર્ચ્યુઅલી સંબોધન

નવી દિલ્હી તા.12
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય યુવા સંસદ સમારોહને વર્ચ્યુઅલી સંબોધન કરતાં જણાવ્યું હતું કે નીડર, બેબાક, સાહસી અને આકાંક્ષી યુવાન જ ભવિષ્યનો પાયો નાખી શકે છે.


સ્વામી વિવેકાનંદને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સમય પસાર થતો ગયો, દેશ આઝાદ થઈ ગયો પણ આપણે જોઈએ છીએ કે સ્વામીજીનો પ્રભાવ આજે પણ એટલો જ છે. અધ્યાત્મ, રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર નિર્માણને લઈને તેમણે જે કહ્યું જનસેવા, જગસેવાને લઈને તેમણે જે કહ્યું ત આપણા મન મંદિરમાં તીવ્રતાથી પ્રવાહીત થાય છે.


એ સ્વામી વિવેકાનંદ જ હતા જેમણે તે સમયમાં કહ્યું હતુંકે નીડર, બેબાક, સાફ દીલવાળા, સાહસી અને આકાંક્ષી યુવા જ તે પાયો છે. જેના પર રાષ્ટ્રનાં ભવિષ્યનું નિર્માણ થાય છે. વડાપ્રધાને કહ્યું હતું કે જે સમાજ સંકટોમાં પણ પ્રગતિનાં રસ્તા બનાવવાનું શીખી લે છે તે સમાજ પોતાનું ભવિષ્ય ખુદ લખે છે. આ તકે વડાપ્રધાન વિપક્ષનું નામ લીધા વિના વિપક્ષને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે કેટલાંક લોકો પરિવારની રાજનીતિને મહત્વ આપે છે.


Related News

Loading...
Advertisement