શેરબજારમાં એકધારી તેજી આંક વધુ 200 પોઈન્ટ ઉંચકાયો

12 January 2021 06:03 PM
Business
  • શેરબજારમાં એકધારી તેજી આંક વધુ 200 પોઈન્ટ ઉંચકાયો

સેન્સેકસમાં 49543ની નવી ઉંચાઈ: ટેલ્કો વધુ ઉછળ્યો

રાજકોટ તા.12
મુંબઈ શેરબજારમાં તેજીનો ધમધમાટ યથાવત રહ્યો હતો. સેન્સેકસ 200 પોઈન્ટથી અધિકનાં ઉછાળાથી નવી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. શેરબજારમાં આજે શરૂઆત સ્થિર ટોને હતી નવી ખરીદીમાં સાવધાની રાખવામાં આવતી હોય તેમ માર્કેટ અટકાતુ રહ્યું હતું. થોડુ ઘટીને રેડ ઝોનમાં ઉતરી ગયુ હતું. પરંતુ બપોરથી પસંદગીનાં શેરોમાં લેવાલીનો નવો દોર આવતાની સાથે જ માર્કેટ ફરી તેજીનાં માર્ગે આવી ગયુ હતું. શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે શનિવારથી રસીકરણ, અર્થતંત્રની રીકવરી, કોર્પોરેટ ક્ષેત્રનાં પ્રોત્સાહક પરિણામો, જેવા કારણો માર્કેટને તેજીના માર્ગે આગળ ધપાવી રહ્યા છે. શેરબજારમાં આજે ટેલ્કો, આઈશર, મોટર્સ, ગેઈલ, કોલ ઈન્ડીયા, રીલાયન્સ, ટીસ્કો, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, વોડાફોન, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, એકસીસ બેંક વગેરેમાં સુધારો હતો. જયારે એશીયન પેઈન્ટસ, હિન્દ લીવર, નેસલે, ટાઈટન, ડો.રેડ્ડી, ઈન્ફોસીસ, કોટક બેંક, મારૂતી વગેરેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 225 પોઈન્ટના ઉછાળાથી 49495 સાંપડયો હતો જે ઉંચામાં 49543 તથા નીચામાં 49079 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 81 પોઈન્ટના સુધારાથી 14565 હતો તે ઉંચામાં 14581 તથા નીચામાં 14432 હતો..


Related News

Loading...
Advertisement