મુંબઇ, તા. 12
ચલણના વિકલ્પમાં વર્ચ્યુઅલ કરન્સી તરીકે જાણીતા બનેલા બીટકોઇન માટે કાળો દિવસ બન્યો હતો. એક જ દિવસમાં બીટકોઇનના મૂલ્યમાં 21 ટકાનો પ્રચંડ કડાકો નોંધાયો હતો. 8મી જાન્યુઆરીએ બીટકોઇનનું મૂલ્ય 4200 ડોલરને આંબી ગયુ હતું તે ગગડીને 32389 ડોલરો ધસી પડયુ હતું. માર્ચ 2020 પછી આ વર્ચ્યુઅલ કરન્સીમાં સૌથી મોટો ઘટાડો છે. જાણકારોના કહેવા પ્રમાણે બીટકોઇનમાં કરેકશનની હજુ શરૂઆત થઇ છે. 2017થી બીટકોઇનનું મૂલ્ય ચાર ગણુ થઇ ગયુ છે. અગાઉ બીટકોઇનનું મૂલ્ય 4 લાખ ડોલરે પહોંચવાનો એક વર્ગ અંદાજ દર્શાવતો હતો પરંતુ એક જ દિવસના કડાકાથી તેમાં વ્યવહાર કરનારાઓનો વિશ્વાસ ડગમગી ગયો છે. બ્રિટીશ રેગ્યુલેટરે તો એવી ચેતવણી ઉચ્ચારી છે કે બીટકોઇન માત્ર ખેલ છે અને તેમાં નાણા લગાવનારાના પૈસા ડુબી જશે.