સાયના નેહવાલ કોરોના પોઝીટીવ: બેંગકોકની હોટેલમાં કવોરન્ટાઈન

12 January 2021 04:41 PM
Sports
  • સાયના નેહવાલ કોરોના પોઝીટીવ: બેંગકોકની હોટેલમાં કવોરન્ટાઈન

બેડમીન્ટન સ્ટારના પતિ અને સાથી ખેલાડી પણ પોઝીટીવ

નવી દિલ્હી: ભારતની શટલર સાયના નેહવાલ કોરોનાનું સંક્રમણ થયું છે અને તે બેંગકોકની હોસ્પીટલમાં 10 દિવસ કવોરન્ટાઈન થઈ છે. સાયના અહી તેના સાથી ભારતીય ખેલાડી એમ.એસ.પ્રણોય સાથે અહી ટુર્નામેન્ટ રમવા આવ્યા હતા. સાયનાના પતિ પી.કશ્યપ પણ આ ટુર્નામેન્ટમાં સામેલ હતા. જેઓએ પણ સ્પર્ધામાંથી નામ પરત ખેંચી લીધું છે જેનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે જેનો રીપોર્ટ બાકી છે અને તે પણ પોઝીટીવ આવશે તેવું માનવામાં આવે છે. હવે આ તમામને પોઝીટીવ હોવા બદલ 10 દિવસ હોટલ કવોરન્ટાઈન રહેવું પડશે. જો કે સાયનાએ પહેલા જ સ્પર્ધામાંથી નામ પાછું ખેંચી લીધું છે.


Related News

Loading...
Advertisement