મંદિરોમાં સત્સંગ કે દંડવત પ્રણામ નહીં, માત્ર ભગવાનના દર્શન કરવાના

12 January 2021 04:35 PM
Dharmik
  • મંદિરોમાં સત્સંગ કે દંડવત પ્રણામ નહીં, માત્ર ભગવાનના દર્શન કરવાના

અમદાવાદ તા.12
કોરોનાકાળમાં લોકોના હળવા-મળવાની રીતભાત બદલાઈ ગઈ છે. હાથ મિલાવવાના બદલે નમસ્તેનો ટ્રેન્ડ છે. લોકો વચ્ચે આપસી હળવા-મળવાની પદ્ધતિ બદલવામાં આવી છે. સાથોસાથ મંદિરમાં ભગવાનના દર્શન-પ્રાર્થનામાં પણ રીત બદલાઈ છે. મંદિરોમાં સત્સંગ પર પ્રતિબંધ છે, માત્ર હાથ જોડીને ભગવાનના દર્શનની જ છુટ્ટ છે.ગુજરાતના લગભગ તમામ મોટા મંદિરોમાં કોરોના ગાઈડલાઈન લાગુ જ રહી છે તે અંતર્ગત સત્સંગ-ધૂનભજન કરવાની મનાઈ છે. ઘંટ વગાડવા પર પણ પ્રતિબંધ છે એટલે બે હાથ જોડીને ભગવાનના દર્શન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.


જમીનથી કોરોનાનો ચેપ ન લાગે તે માટે મંદિરમાં ભાવિકોને દડવત પ્રણામ કરવાની પણ મનાઈ છે. આરતીના સમયે પણ ભાવિકોને બેસવા દેવાની મનાઈ છે. માત્ર ભગવાનના દર્શન કરીને ભાવિકોએ નીકળી જવાનો નિયમ છે.સોમનાથ મંદિરના મેનેજર વિજય ચાવડા અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ કહ્યું કે સત્સંગ તથા દંડવત પ્રણામની મનાઈ પાછળના ત્રણ કારણો છે. કોરોના ગાઈડલાઈનમાં આ જોગવાઈ છે જ. ઉપરાંત ભાવિકને કોઈ ચેપ ન લાગે તે છે. ત્રીજુ કારણ ભાવિકોને એક જગ્યાએ ઉભા નહીં રાખવા દેવાનું છે એટલે ભીડ ન થાય.ડાકોર મંદિરના રવિન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે સત્સંગ પ્રણામની છુટ્ટ નથી. કારણ કે ભાવિકો મંદિરમાં ઓછો સમય રહે તેવો આશય છે.


Related News

Loading...
Advertisement