શિવભાવથી જીવની સેવા જ વાસ્તવિક ધર્મ

12 January 2021 01:20 PM
Rajkot Dharmik
  • શિવભાવથી જીવની સેવા જ વાસ્તવિક ધર્મ

આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પર વિશેષ : સ્વામી વિવેકાનંદ માનવતાને સમર્પિત સંન્યાસી હતા, તેઓ કહેતા કે હું ઇશ્ર્વરમાં વિશ્ર્વાસ કરૂ છું, મનુષ્યોમાં વિશ્ર્વાસ કરૂ છું

રાજકોટ, તા. 1ર
સ્વામી વિવેકાનંદ એક એવા સંન્યાસી હતા, જેના હૃદયમાં માનવ જાતિ અને બધા જીવો માટે અસીમ કરૂણા હતી. તેઓ એકાંતમાં ગુફાઓમાં કે વનોમાં બેસીને સાધના કરવાને બદલે સેવાને જ સાચો ધર્મ માનતા હતા.


સ્વામીજી અન્યોની સહાયતાને કયારેય દયા કરવાના રૂપમાં જોતા નહોતા, પરંતુ સેવાના રૂપમાં જોતા હતા. તેઓ હંમેશા કહેતા હતા ‘શિવ ભાવથી જીવની સેવા’ તેમનું માનવું હતું કે દીન દુ:ખીઓની સેવા કરવાથી મોટો કોઇ ધર્મ નથી. તેઓ એક આશ્રમ સ્થાપિત કરવાની જગ્યાએ વંચિતો માટે ભોજનાલય ખોલવા માટે વધુ શ્રેયસ્કર માનતા હતા. તેમણે એકવાર પોતાના શિષ્યને કહ્યું હતું કે જ્યારે રામકૃષ્ણ મઠની પાસે ધન આવશે તો એક ભોજનાલય ખોલવામાં આવશે અને તેમાં એટલા ભાત બનશે કે હુગલી નદીનું પાણી તેના માંડથી સફેદ રંગનું બની જશે. તેઓ અભાવની પીડાને સાચા અર્થોમાં સમજતા હતા.


તે મનુષ્યોને ઇશ્ર્વરના સંતાન કહેતા હતા અને તેઓને ઇશ્ર્વરને સમાન જ સમજમાં હતા. તેઓ કહેતા હતા કે ‘હું ઇશ્ર્વરમાં વિશ્ર્વાસ કરૂં છું દીન-દુ:ખી દરિદ્રોની સહાયતા કરવી, બીજાની સેવા માટે નરકમાં જવા તૈયાર રહેવું. આ બધુ વિરાટ કાર્ય છે. જો હું કોઇ ગુરૂતર અપરાધ કરૂ અને તેનાથી કોઇનો વાસ્તવિક ઉપકાર થાય તો હું નિશ્ર્ચિત રૂપથી અત્યારથી જ તેવું કરીને અનંત નરક-ભોગને માટે તૈયાર છું, કદાચ માટે પુનર્જન્મ લેવો પડે. કારણ કે હું મનુષ્યોના પ્રેમમાં પડી ગયો છું.


સ્વામીજી માનવ જાતિને પ્રતિ કેટલા સંવેદનશીલ અને કરૂણા ભાવ ધરાવતા હતા તેનું આ ઉદાહરણ છે.19મી શતાબ્દીના પ્રસિદ્ધ લેખક પંડિત સખારામ ગદેડસ્કર પોતાના બે મિત્રો સાથે સ્વામીજીને મળવા ગયા. તેમાં એક વ્યકિત પંજાબનો હતો તે સમયે પંજાબમાં દુષ્કાળ પડયો હતો. સ્વામીજીએ તેઓની સાથે દુષ્કાળ અંગેની ચર્ચા કરવા લાગ્યા ત્યારે પંડિતજી રહી ન શકયા અને કહ્યું સ્વામીજી, હું આપની પાસે ધર્મ સંબંધી વાત સાંભળવા આવ્યો હતો પરંતુ આપ તો સાંસારિક વિષયોમાં વાતો કરો છો.


થોડીવાર રહીને સ્વામી વિવેકાનંદજી ગંભીરતાથી બોલ્યા ‘ભાઇ, જયાં સુધી એક નાનુ બાળક ભુખ્યુ છે, ત્યારે તેને ખવડાવવું, તેને સંભાળવું આ ધર્મ છે. તેના સિવાય જે કંઇ છે તે ધર્મ છે, જેનું પેટ ખાલી છે તેની સામે ઉપદેશ આપવો માત્ર દંભ છે. પહેલા તેને રોટલીનો ટુકડો આપવો જોઇએ આ જ અમારો પ્રથમ ધર્મ છે.
સ્વામી વિવેકાનંદજી ક્રાંતિકારી યુગાંતરકારી સંન્યાસી હતા.


Related News

Loading...
Advertisement