રાજકોટ, તા.12
જસદણના જુના માર્કેટીંગ યાર્ડ પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જસદણ પોલીસે દરોડો પાડી વર્લીનો જુગાર રમતા બળવંત રામજીભાઇ બાવળીયા-રહે. આણંદપુર, ચોટીલાની પાસેથી રૂા.10,050નો મુદામાલ કબજે કર્યો છે. આ અંગે જસદણ પોલીસ મથકના રમેશભાઇ તેજાભાઇએ આગળની કાર્યવાહી કરી હતી.