અમદાવાદ :
ગયા વર્ષે ઝી ફાઇવ પર સ્ટેટ ઓફ સીજ, 6/11 નામની સીરીઝ રિલીઝ થઇ હતી. જેમાં મુંબઇના આતંકવાદી હુમલામાં આર્મીસ ઓફિસર્સની દિલધડક કામગીરી બતાવવામાં આવી હતી. આ સીજ ફ્રેન્ચાઇઝી આગળ વધારતાં ઝીફાઇવ હવે સ્ટેટ ઓફ સીજ અક્ષરધામ બનાવી રહ્યું છે જે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર થયેલા હુમલા આધારીત છે. જો કે સ્ટેટ ઓફ સીજ : 26/11 એક સીરીઝ હતી અને સ્ટેટ ઓફ સીજ : અક્ષરધામને એક ફીચર ફિલ્મ તરીકે રજુ કરવામાં આવશે.કેન ઘોષ નિર્દેશિત અક્ષરધામથી અક્ષય ખન્ના ડીજીટલ ડેબ્યુ કરવાનો છે. અક્ષય છેલ્લે સેકશન 375 અને સબ કુશલ મંગલ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. સ્ટેટ ઓફ સીજ : અક્ષરધામમાં ગૌતમ રોડે, અભિલાષ ચૌધરી, મુદુલ દાસ પણ મહત્વનું પાત્ર ભજવવાના છે.2002માં ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદીઓએ કરેલા હુકલામાં 30 લોકોનાં મૃથ્યુ થયા હતા અને 80 જેટલા લોકો ઘવાયા હતા. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની શકયતા છે.