નવીદિલ્હી, તા.12
અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. ક્રિકેટર વિરાટ કોહલીએ ખુદ ઈન્સ્ટાગ્રામ અને ટવીટર પર પોસ્ટ કરીને પુત્રીના પિતા બનવાની જાણકારી શેયર કરી હતી. કોહલીએ ટવીટ કરીને લખ્યું કે તમામ લોકોને ખુશી સાથે જાણ કરવા માંગું છું કે અમારા ઘેર પુત્રીનો જન્મ થયો છે.કોહલીએ લખ્યું કે અમને બન્નેને એ જણાવતાં આનંદ થઈ રહ્યો છે કે અમારે ત્યાં પુત્રીજન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલ કામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બન્ને સ્વસ્થ છે અને અમારું સૌભાગ્ય છે કે અમે જિંદગીનું આ ચેપ્ટર અનુભવ કરવા માટે મળી રહ્યું છે. અમેજાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે અત્યારે અમને થોડી પ્રાઈવસીની જરૂર રહેશે. પુત્રીના જન્મની જાણ થતાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ટવીટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. વિરાટ કોહલીએ ટવીટર સાથે જ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ પોતાના ચાહકો સાથે આ ખુશી શેયર કરી છે. આ પહેલાં અનુષ્કમા અને કોહલીએ ગત ઓગસ્ટમાં જ ચાહકોને જાણકારી આપી હતી કે તેમને ત્યાં જાન્યુઆરી-2021માં નવું મહેમાન આવવાનું છે ત્યારથી જ અનુષ્કા ચર્ચામાં હતી. ઘણી વખત તે સોશ્યલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો શેયર કરતી રહેતી હતી. હાલમાં જ તેણે એક મેગેઝીનના કવર પેઈઝ માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.