ગોંડલમાં 5.85 લાખની પઠાણી ઉઘરાણી કરનાર પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ

12 January 2021 11:35 AM
Gondal Crime
  • ગોંડલમાં 5.85 લાખની પઠાણી ઉઘરાણી કરનાર પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ

જુગાર રમવાની ટેવના કારણે વેપારીના પુત્રે નાણા લીધા હતા: લોકડાઉનમાં કામધંધો ન ચાલતા હપ્તા ચડી ગયા: આરોપીએ કોરા ચેક લઇ બેંકમાં નાખી રીટર્ન કરાવવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી: પાંચેય સકંજામાં

રાજકોટ, તા.12
ગોંડલના બસ સ્ટેન્ડ પાસે બેકરી ધરાવતા વેપારીના પુત્રએ જુગાર રમવાની ટેવના કારણે પાંચ શખ્સો પાસેથી અલગ-અલગ રકમ રૂા.5.85 લાખ ઉંચા વ્યાજે લીધા હતાં ત્યારબાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી કોરા ચેકમાં રકમ લખી બેંકમાં નાખી રિટર્ન કરાવવાની ધમકી આપતા પોલીસમાં મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.ગોંડલ પોલીસે આરોપીને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના રાજનગરમાં રહેતા ઠાકુરદાસ ગુલાબદાસ વસાણી (ઉ.વ. 58) નામના વેપારીની ફરિયાદ પરથી ગોંડલના વોરો કોટડા રોડ બાપા સીતારામનગર શેરી નં.3માં રહેતા નયનભાઇ જગદીશભાઇ બનાળા, ગોકુળીયાપરા ઉમવાડા ફાટક પાસે રહેતો કેતન ઉર્ફે કે.કે. કાળુ ડાંગર, યોગીનગર શેરી નં.2માં રહેતા જગદીશભાઇ ઉર્ફે જગાભાઇ વસંતભાઇ ચાવડીયા, ગીતાનગર મેલડી માતાના મંદિરની બાજુમાં રહેતા સાગરભાઇ જાટીયા અને જયરાજભાઇ કેસુરભાઇ ભેડા-રહે. વાડસડા ગામે સામે મનીલેન્ડ એકટ તેમજ ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.


ઠાકુરદાસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ગુંદાળા રોડ પર હરભોલે બેકરી નામની દુકાન ચલાવું છું ત્યાં જ બેસી વેપાર કરું છું. મારા પુત્ર મુકેશને જુગાર રમવાની ટેવ હોવાથી ત્રણ વર્ષ પહેલા નયનભાઇ પાસેથી રૂા.3.50 લાખ માસિક 10 ટકાના વ્યાજે લીધા હતા ત્યારબાદ તેણે બે કોરા ચેક પણ લીધા હતા અને મારા પુત્ર મુકેશના નામના નયને કાલ લીધી હતી જેનું રૂા.2 લાખનું ડાઉન પેમેન્ટ નયને ભર્યું હતું. અને મુકેશે તેમાં રૂા.15,500નો હપ્તો પણ નાખેલો પરંતુ લોકડાઉનમાં હપ્તો ભરી શક્યો ન હોતો અને આ નયને આવી કહ્યું કે, તું મારા પૈસા નહીં આપે તો તને પતાવી દઇશ અને તારી લાશ પણ નહીં

મળે તેમ કહેતો હતો જેથી પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા તારા ચેક મારી પાસે પડયા છે બેંકમાં નાખીને ચેક રિટર્ન કરાવી ફરિયાદ કાળ કરાવી નાખીશ અને કેતન ઉર્ફે કે.કે. પાસેથી રૂા.80 હજાર 10 ટકા લેખે વ્યાજે લીધા હતા, જગદીશ ઉર્ફે જગાભાઇ પાસેથી રૂા.70 હજાર, સાગર જાટીયા પાસેથી રૂા.10 હજાર, જયરાજ ભેડા પાસેથી રૂા.75 હજાર વ્યાજે લીધા હતા. આરોપીઓ ધમકી આપતા ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડી.પી. ઝાલાએ તપાસ આદરી પાંચેય વ્યાજખોરોને સકંજામાં લઇ પૂછપરછ આદરી છે.


Related News

Loading...
Advertisement