પાર્કીન્સનથી દુર રહેવુ છે? વિટામીન સીનું સેવન કરો

11 January 2021 06:51 PM
Health
  • પાર્કીન્સનથી દુર રહેવુ છે? વિટામીન સીનું સેવન કરો

વિટામીન સી અને ઈ માં એન્ટી ઓકિસડન્ટની માત્રા ઓછી હોય છે: સંશોધનમાં ખુલાસો

મિલાન તા.11
વિટામીન સી અને ઈનું અધિક સેવન કરનારા લોકોમાં પાર્કિન્સનનાં રોગોમાં ખતરો ઓછો હોય છે તેમ એક તાજેતરમાં થયેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે. આ વિટામીનોમાં એન્ટી ઓકસીડેન્ટની માત્રા વધુ હોય છે. આ એન્ટી ઓકિસડન્ટ ડોપાઈમાનનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ છે કે જે પાર્કીન્સનનું જોખમ ઓછુ કરે છે.વિટામીન સી અને ઈથી યુકત ખાદ્યપદાર્થ પાર્કીંન્સન ખતરો એક તૃતિયાંશ ખતરો ઓછો કરે છે. યુનિ.ઓફ મિલાનો બિસ્કાકોના સંશોધકોએ સ્વીડનમાં 41,000 વયસ્કોની સરેરાશ 18 વર્ષ દેખરેખ રાખી હતી અને તેમનાં વિટામીન સેવન, બએમઆઈ અને ગતિવિધી નોંધી હતી. પ્રારંભમાં ભાગ લેનાર કોઈને પાર્કીંન્સન નહોતું. પણ અભ્યાસનાં અંતમાં 465 લોકો પીડીત મળ્યા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે વિટામીનની માત્રાનું સેવન કરનારાઓમાં બિમારીનો ખતરો 32 ટકા ઓછો હતો.


Related News

Loading...
Advertisement