મને તો ચૂંટણી વખતે જ ગરબડની ખબર પડી ગઈ હતી: ભાજપ પર નિતીશનો આડકતરો પ્રહાર

11 January 2021 06:28 PM
India Politics
  • મને તો ચૂંટણી વખતે જ ગરબડની ખબર પડી ગઈ હતી: ભાજપ પર નિતીશનો આડકતરો પ્રહાર

બિહારમાં એનડીએ સરકારના ડખ્ખા ચાલુ: હવે નિતીશ પણ ખુલ્લામાં : હવે બધુ ભૂલી જઈને પાંચ વર્ષ સરકાર ચલાવવી છે: પીઠમાં છુરી ભોંકાયા હોવાની પક્ષના અનેક નેતાઓની ફરિયાદ

બિહારમાં ભાજપ અને જનતાદળ યુની સરકારમાં કજોડા જેવી સ્થિતિ છે અને જનતાદળ યુ નાનો પક્ષ હોવા છતા પણ ભાજપે નિતીશકુમારને મુખ્યમંત્રી બનાવીને તેને કાબુમાં રાખવાની ચાલ ચાલી છે જેની સામે જનતાદળ યુ માં એ નારાજગી છે કે ચૂંટણીમાં ભાજપે દગો કર્યો હતો અને જનતાદળ યુને ઓછામાં ઓછી બેઠક મળે તેવો પ્રયત્ન કર્યો. લાંબા સમયથી પક્ષમાં આ ટોણા સહન કરી રહેલા મુખ્યમંત્રી નિતીશકુમારે આ અંગે પક્ષના કાર્યકર્તાઓના આક્રોશને શાંત પાડવા કહ્યું કે મને તો ચૂંટણી વખતે જ ખબર પડી ગઈ હતી કે કંઈ ગરબડ થશે પરંતુ હવે પરિણામ આવી ગયા છે અને આપણી સરકાર પાંચ વર્ષ પુરા કરે તે જરૂરી છે. નિતીશે કહ્યું કે મને મુખ્યમંત્રી બનવામાં કોઈ રસ નહોતો. ભાજપના કહેવાથી જ મુખ્યમંત્રી બન્યો છું. અમે તો મહાત્મા ગાંધી, જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહીયા, બાબા આંબેડકર અને કર્પુરી ઠાકુરના માર્ગે જનારા માણસો છે જયાં રાજનીતિ એ સેવા છે સ્વાર્થ નથી. આ પહેલા પક્ષની બેઠકમાં એક અગ્રણી ગોગોસિંઘે એવું વિધાન કર્યુ કે ભાજપે આપણને પીઠમાં જ ચાકુ માર્યુ છે અને આપણે તેમાં કંઈ કરી શકતા નથી. જેના જવાબમાં નિતીશકુમારે આ વિધાનો કર્યા હતા.


જીતેન્દ્ર માંજીએ પણ ભાજપને નિશાન બનાવ્યો

બિહારમાં એનડીએમાં ગયેલા પુર્વ મુખ્યમંત્રી જીતેન્દ્ર માંજી હવે એનડીએ છોડવાના મૂડમાં છે. ખાસ કરીને તેઓએ ફરિયાદ કરી કે ભાજપ ગઠબંધન ધર્મ નિભાવતો નથી. અહી કોણ દોસ્ત અને કોણ દુશ્મન છે તે ખબર પડતી નથી. તેમણે ગઈકાલે એક ટવીટ કરીને આ ઉકળાટ ઠાલવ્યો હતો અને નિતીશકુમાર પાસેથી ગઠબંધન ધર્મ શીખવાની જરૂર છે તેમનો ઈશારો ભાજપ તરફી હતો. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે એનડીએમાં હાલ અલગ અલગ જૂથો કામ કરી રહ્યા છે અને કોણ કોની સાથે છે તે જ ખબર પડતી નથી.


Related News

Loading...
Advertisement