ઉના, તા. 11
અંજાર ગામે રહેતા કાકા ભત્રીજાને જમાદારે સામાન્ય બોલાચાલીમાં પોલીસ સ્ટેશને લાવીને મારમારી ગાળો આપી જ્ઞાતિ વિરૂધ્ધ અપમાન કર્યા અગેની દેલવાડા પોલીસ ચોકીના જમાદાર ધાંધલ સામે અંજાર ગામે રહેતા રણછોડભાઇ જોધાભાઇ ડાભી કોળી એ ઉના પોલીસમાં અરજી આપીને પગલા લેવા માંગણી કરી છે. અંજાર ગામે ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા રણછોડભાઇ જોધાભાઇ અને તેના કુંટુંબીક કાકા દેવશીભાઇ ઉકાભાઇ ડાભી વચ્ચે રસોડાની દિવાલ ટ્રેક્ટરની ઠોકરે પડી જવા બાબતે સામાન્ય બોલાચાલી થતા દેલવાડા પોલીસ ચોકીમાં દેવશીભાઇ અને તેના ભત્રીજા વિરૂધ્ધ અરજી આપતા રાત્રીના નવ વાગ્યા સમયે દેલવાડા બીટના જમાદાર ધાંધલભાઇ અને અન્ય બે પોલીસ કર્મી અંજાર ગામે ગયેલા અને સતીષ અને તેના કાકા રણછોડભાઇને દેલવાડા પોલીસ ચોકીએ લાવી મનફાવે તેમ ભુંડી ગાળો આપી માથાના ભાગે કાકા ભત્રીજાને ઢીકા મારી અને સમાજ વિરૂધ્ધ અપમાન જનક શબ્દ બોલી ઝાડ પકડાવી આડેધર મારમારતા પડી જવાથી ઇમરજન્સી 108 મારફતે સરકારી હોસ્પીટલે દાખલ કરેલ ત્યાર બાદ ખાનગી હોસ્પીટલે ખસેડાયેલ અને ત્યાર બાદ પોલીસ જમાદાર અને પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવા