ઉનામાં નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરૂ કરવા આગેવાનની માંગણી

11 January 2021 03:31 PM
Porbandar
  • ઉનામાં નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરૂ કરવા આગેવાનની માંગણી

ઉના, તા. 11
ગીરસોમનાથ જીલ્લાના સૈથી મોટા તાલુકો ઊના આવેલ છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જનસંખ્યા ઉપરાંત અરબી સમુદ્રના કંઠાળ 20 કિ.મી. અંતરમાં આવેલ છે. આ ઉપરાંત નજીકમાં ગીરગઢડા અને કોડીનાર તાલુકાના ગ્રામિણ વિસ્તાર પણ ઉના તાલુકામાં ધણા આવતા હોય ગીરસોમનાથ જીલ્લા પણ 85 કિ.મી.દૂર અંતરે આવેલ હોય સેન્સેટીવ ગામોને ધ્યાને લઇ ઉના તાલુકાને નાયબ કલેક્ટર કચેરી સ્થાપના કરી છે. તેજ પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તાત્કાલીક શરૂ કરવા તાલુકા મહીલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન બી સોલંકીએ રાજ્યના ગૃહવિભાગને રજુઆત કરી માંગણી કરી છે. સાત વર્ષ પહેલા ઊના તાલુકાના નાયબ પોલીસ અધિક્ષકની જગ્યા અને કચેરી મંજુર કરવામાં આવી છે. પરંતુ આટલા વર્ષ બાદ પણ આ તાલુકાની ગુન્હાખોરી અને પ્રોહિબીશન મહીલા વિરૂધ્ધ તેમજ અનેક ગુન્હાઓની સંખ્યા જોવામાં આવે તો કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પોલીસ અધિક્ષકની નિમણુંક કરી કચેરી તાત્કાલીક શરૂ કરવી જોઇએ તેવી માંગણી ઉઠેલ છે.


Loading...
Advertisement