લખનૌ તા.11
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને વધુ એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે 112 કંટ્રોલ રૂમના વોટસએપ નંબર પર ફિલ્મી સ્ટાઈલમાં ધમકી ભર્યો સંદેશો મોકલાયો હતો.
શનિવારે રાત્રે 8.07 વાગ્યે વોટસએપ મેસેજમાં સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપી લખ્યું હતું કે 24 કલાકમાં સીએમ યોગીને જાનથી મારી નાખશુ, ખોજ શકો તો ખોજ લો. આ મેસેજની જાણ થતા અધિકારીઓના ખળભળાટ મચી ગયો હતો. કેસની ગંભીરતા જોઈ 112માં તૈનાત ઓપરેશન્સ કમાન્ડર સહેન્દ્ર યાદવે ફરિયાદ કરી હતી. શોધખોળમાં ધમકી આપનાર બીજા શહેરનાં છે અને મેસેજ મોકલનારના મોબાઈલ નંબરના બારામાં પણ જાણકારી મળી છે.