‘બિઝનેસ બાતે’ વોટ્સએપ પર ન કરતા: કંપનીઓનો આદેશ

11 January 2021 12:19 PM
Business Technology
  • ‘બિઝનેસ બાતે’ વોટ્સએપ પર ન કરતા: કંપનીઓનો આદેશ

દેશના ટોચના ઉદ્યોગગૃહોએ કર્મચારીઓને વ્યાપારી-માહિતી-ચર્ચા-દસ્તાવેજો વોટ્સએપ ન કરવા આપી સૂચના:ટાટા ગ્રુપની સ્ટીલ કંપનીને ઈમેલ-ટેક્સટનો ઉપયોગ કરવા સૂચના મળી: દેશી-વિદેશી કંપનીઓ પણ વોટ્સએપ પરથી ‘ઉચાળા’ ભરવા તૈયાર

મુંબઈ: દેશમાં 40 કરોડથી વધુ સોશ્યલ મીડીયા યુઝર્સ ધરાવતી પેસેન્જર જાયન્ટસ વોટસએપની પેરેન્ટ કંપની ફેસબુક દ્વારા હવે યુઝર્સના ચેટ સહિતના તમામ ડેટાને વાંચશે અને તેનો માર્કેટીંગ માટે ઉપયોગ કરશે તેવી સ્પષ્ટ જાહેરાત બાદ દેશની કંપનીઓને તેમના તમામ કર્મચારીઓને વોટસએપ પર બીઝનેસ ચે નહી કરવા અને કોઈ સંવેદનશીલ માહિતી પણ વોટસએપ મારફત નહી મોકલવાની સૂચના આપી છે. વોટસએપ વ્યાપારમાં પણ મોટાપાયે મહત્વ બનાવવા લાગ્યુ છે અને બીઝનેસ ટુ બીઝનેસ મોડેલ પણ લોકપ્રિય છે પણ હવે આ ડેટા ફેસબુકના સર્વરમાં જાય તો બીઝનેસ રહસ્યો પણ ખુલી જવાનો ભય છે અને તેનો ડેટા ફેસબુક હરીફ કંપનીને પણ વેચી શકે છે. તેઓ ભય છે અને આ રીતે કંપનીઓના રહસ્યો પણ ખુલ્લા થઈ શકે છે.


દેશની ટોચની બીઝનેસ હાઉસ ટાટા ગ્રુપની ટાટા સ્ટીલે તેના એમડીથી લઈને છેક ચોથી કક્ષાના કર્મચારીઓને હવે બીઝનેસ મીટીંગની નોટીસો પણ વોટસએપ પર નહી મુકવા માટે સૂચના આપી છે. સેલ્સ, પરચેઝ સહિતના કંપનીના તમામ વિભાગોને પણ બીઝનેસ મેટર માટે વોટસએપનો ઉપયોગ નહી કરવા જણાવી દીધુ છે અને વધુ કંપનીઓએ પણ આ રીતે કર્મચારીઓને કંપનીના કામકાજ માટે વોટસએપનો ઉપયોગ નહી કરવા જણાવ્યું છે. હવે કંપનીઓએ ઓફિસના વ્યવહાર માટે માઈક્રોસોફટની સુવિધાનો ઉપયોગ કરવાની સચના આપી છે.

હાલ આ માટે કલાઉડ કંપનીઓ પાસે વિકલ્પની પુછપરછ થઈ રહી છે.આઈટી સોલ્યુશન કંપની ગ્રેહાઉન્ડ રીસર્ચના સીઈઓ વિર ગાંગીયાના જણાવ્યા મુજબ ફકત ભારતીય કંપનીએજ નહી વૈશ્ર્વિક કંપનીઓ પણ હવે વોટસએપ પ્લેટફોર્મ હેતુ માટે જે ઉપયોગ કરતી હતી તે છોડી રહી છે. વોટસએપ એ બીઝનેસ ગ્રુપમાં મોટા પાયે પગપેસારો કર્યો છે અને તેથી હવે ઓફીશ્યલ ચેનલ માટે વોટસએપ પ્લેટફોર્મનો ઉપયોગ નહી કરવા જણાવી દીધુ છે.  વૈશ્વિક  કંપની પીડબલ્યુસીના એશિયા પેસીફીક સાયબર નિષ્ણાંત એસ.ક્રિષ્નાના જણાવ્યા મુજબ અનેક કંપનીઓને અન્ય પ્લેટફોર્મ અને મેઈલ, ટેક્ષ સુવિધાનો ઉપયોગ કરવા જણાવ્યું. ફાયનાન્સીયલ કંપનીઓ વોટસએપ મોટો આધાર રાખે છે પણ હવે કંપનીઓએ ઈ-મેલ મારફત કોમ્યુનીકેશન કરવા જણાવ્યું છે. કંપનીઓએ તેમના વોટસએપ ગ્રુપ બનાવ્યા છે પણ હવે તેઓને અન્યત્ર જવું પડશે.

વેપારીઓના મહાસંગઠને વોટસએપની પ્રાઈવસી પોલીસીનો અમલ રોકવા માંગ કરી
કેન્દ્રના આઈટી મંત્રીને પત્ર: ધંધામાં પારદર્શકતા નહી રહે
નવી દિલ્હી: દેશના નાના વેપારીઓના સંયુક્ત સંગઠન કો-ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ કેન્દ્ર સરકારને પત્ર લખીને વોટસએપને તેની નવી પ્રાઈવસી પોલીસીનો અમલ કરતા રોકવાની માંગણી કરી છે. કો ફેડરેશને જણાવ્યું છે કે વોટસએપ મારફત ફેસબુક તમામ પર્સનલ ચેટ વડા ડી-કોક કરીને તેનો માર્કેટીંગ માટે ઉપયોગ કરશે તથા તમામ નાણાકીય વ્યવહારો પણ વોટસએપ જાણી લેશે.
જે ડેટા હેક થાય તો પણ લોકોને બ્લેક-મેલ કરવા માટે થઈ શકે છે. કેન્દ્રના આઈટી બાબતોના મંત્રી રવિશંકર પ્રસાદને લખેલા પત્રમાં હાલ ફેસબુક તેના 20 કરોડ યુઝર્સના ડેટા તો આવરેજ છે અને તેમાં કોઈ પારદર્શકતા નથી. હવે વોટસએપના 40 કરોડ લોકોના ડેટા તેમાં વધારો કરશે. આ લોકોની પ્રાઈવસીમાં મોટો ખતરો છે.


Related News

Loading...
Advertisement