સુરતના પોલીસ કમિશનર વ્હોરા સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી

11 January 2021 10:04 AM
Surat
  • સુરતના પોલીસ કમિશનર  વ્હોરા સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી

સુરત શહેરમાં ગત ઓગષ્ટમાં બાવીસમાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળનારા અજય તોમરએ સુરત શહેરના દાઉદી વ્હોરા સમાજના સેવાભાવી અગ્રણીઓ સાથે મુલાકાત કરી અને વ્હોરા સમાજ દ્વારા ચાલતાં જુદાં જુદાં સ્થળોની મુલાકાત પણ લીધી હતી અત્રે નોંધનીય છે કે સુરત શહેર દાઉદી વ્હોરા સમાજનું મુખ્ય મથક છે ખાસ કરીને આજે વ્હોરા સમાજની દેવડી મઝાર અને જામીયાની પોલીસ કમિશનર અજય તોમરએ મુલાકાત લેતાં આ સમાચાર વાયુવેગે ફરી વળ્યાં હતાં ઉલ્લેખનીય છે કે સુરત વ્હોરા સમાજના આગેવાનો સમાજમાં બનતી જીણી જીણી વિગતો એકત્ર કરી સમાજના જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મદદરૂપ થાય છે.


Loading...
Advertisement