દેશના જાણીતા સેલીબ્રીટી કાર મેકર્સ દિલીપ છાબરીયાની મુશ્કેલી વધતી જાય છે એક જ વાહનના અનેક રજીસ્ટ્રેશન અને અનેક બેંકોમાંથી લોન લેવી કે વેંચી નાખવા આ તમામ ગોટાળા દિલીપ છાબરીયાએ કર્યા છે જેમાં તેની ફેકટરી પર દરોડા પાડતા 14 કાર અને 40 એન્જીન પોલીસે જપ્ત કર્યા છે. બોલીવુડના જાણીતા કલાકાર અને સ્ટેન્ડઅપ કોમેડીયન કપિલ શર્માએ મે 2017માં તેની ડિઝાઇનર વેનેટી વાન માટે રૂા. 5.70 કરોડ એડવાન્સ આપ્યા હતા. જેમાં 40 લાખનો જીએસટી પણ હતો. પરંતુ તેને કદી આ વાન મળી નથી અને હવે ગઇકાલે તેને પોલીસ પાસે વિધિવત ફરીયાદ નોંધાવી હતી.