પ્રિયંકા ચોપડાએ કોરોના પ્રોટોકોલ તોડયો : પોલીસે ચેતવણી આપી જવા દીધી

08 January 2021 05:07 PM
Entertainment
  • પ્રિયંકા ચોપડાએ કોરોના પ્રોટોકોલ તોડયો : પોલીસે ચેતવણી આપી જવા દીધી

ભારતની જેમ બ્રિટનમાં પણ સેલીબ્રીટીઓ કાનુન તોડે તો પોલીસ તેની સામે એકશનને બદલે નમન કરતી હોઇ તેવું જણાવી રહ્યું છે. હાલમાં બોલીવુડ અભિનેત્રી અને વૈશ્ર્વિક સેલીબ્રીટી બનેલી પ્રિયંકા ચોપડા અને તેની બહેન લંડનમાં એક સલુનમાં પહોંચી ગયા હતા પ્રિયંકાએ પોતાના આખા સલુનને તેના માલિક સાથેના સંબંધના કારણે ખોલાવ્યુ હતું પરંતુ માલિકે પણ પોલીસની લપમાં પડવાનું પસંદ ન કર્યુ પોલીસને ખ્યાલ આવ્યો કે લેસડાઉન મ્યુઝમાં કોઇ કોરોના પ્રોટોકોલનો ભંગ થયો છે અને પોલીસ ત્યાં દોડી ગઇ હતી પ્રિયંકા ચોપડા અને તેના સાથીને ચેતવણી આપીને જવા દીધી અને માલિકને પણ ચેતવણી આપી હતી. પ્રિયંકા હાલ તેની ફિલ્મનું શુટીંગ કરવા અહીં આવી છે.


Related News

Loading...
Advertisement