મુંબઇ તા. 8 : રાજદ્રોહના કેસમાં બોલીવુડ એકટ્રેસ કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નીવેદન આપવા માટે પહોંચી હતી. કાસ્ટીંગ ડાયરેકટર અને ફીટનેસ ટ્રેનર મુનવ્વર અલી સૈયદે કંગના અને તેની બહેન રંગોલી સામે ટવીટ પર સાંપ્રદાયીક તનાવ અને નફરત ફેલાવવાના આરોપો લગાવ્યા. ઓકટોબર મહીનામાં એફઆઇઆર નોંધાવી હતી. જેના પગલે મુંબઇ પોલીસે તેને નીવેદન રજુ કરવા કહેતા કંગના તેની બહેન સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી. આ તકે કંગનાએ ટવીટ કરી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી કે મેં જયારથી દેશના કલ્યાણ માટે બોલવાનું શરુ કર્યુ છે ત્યારથી મને હંમેશા શારીરીક-માનસિક ત્રાસ અપાય છે.