કોરોના લોકડાઉનમાં રદ ટ્રેનોની ટિકિટના રીફંડ માટે સમય મર્યાદા વધારાઈ

08 January 2021 12:01 PM
India Travel Top News
  • કોરોના લોકડાઉનમાં રદ ટ્રેનોની ટિકિટના રીફંડ માટે સમય મર્યાદા વધારાઈ

નવી દિલ્હી તા.8
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 21 માર્ચથી 31 જુન દરમ્યાનનાં પ્રવાસની રેલવે ટીકીટનાં રીફંડ બાકી હોય તો તેના માટે રેલવેએ સમય મર્યાદામાં વધારો કરી દીધો છે. છ માસની મર્યાદા વધારીને નવ મહિના કરવામાં આવી છે. અર્થાત ટીકીટના સમયથી 9 મહિના સુધી મુસાફર રીફંડ મેળવી શકશે. કોરોના મહામારીથી રેલવેએ લોકડાઉનમાં તમામ ટ્રેનો બંધ કરી દેતા ટીકીટ રીફંડ માટે છ મહિનાનો સમય જાહેર કર્યો હતો. હવે રેલવેએ એવુ જાહેર કર્યું છે કે 21 માર્ચથી 7 જુન 2020 ના સમય ગાળાની ટીકીટો માટે પ્રવાસીઓ 9 મહિના સુધી રીફંડ મેળવી શકશે. છ માસનો સમય પૂર્ણ થતા સંખ્યાબંધ પ્રવાસીઓએ ઝોન ઓફીસોમાં દાવા પેશ કર્યા હતા. જેને પગલે મુદત વધારો આપવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement