વડોદરા તા.8
કોરોના મહામારીમાં પણ કૌભાંડીયાઓ કળા કરવાનું ચુકયા ન હોવાના કેટલાંક કિસ્સા પ્રકાશમાં આવ્યા જ છે. આવી વધુ એક ઘટનામાં વીમો પકાવવા માટે વડોદરાનાં નિમેષ પરમાર નામના યુવકે કારસ્તાન કર્યુ હતું પરંતુ તે પકડાઈ ગયુ છે.હોસ્પીટલમાં જ કામ કરતા નિમેષ પરમારે પોતાનો કોરોના પોઝીટીવનો બનાવટી રીપોર્ટ તૈયાર કરાયો હતો. જે વીમા કંપનીને મોકલાવીને 2.2 લાખના હોસ્પીટલ બીલનો દાવો પેશ કર્યો હતો.કોરોના પોઝીટીવ રીપોર્ટ સાચો જ છે કે કેમ તેની ચકાસણી માટે નિયમાનુસાર વીમા કંપનીએ તે બરોડા યુનિપથ લેબોરેટરીમાં મોકલ્યો હતો અને ત્યારે ભોપાળુ છતુ થઈ ગયુ હતું.લેબોરેટરીમાં ચકાસણી દરમ્યાન નિમેષ પરમાર નામની વ્યકિતનો કોઈ ટેસ્ટ જ થયો ન હોવાનું ખુલ્લુ પડયુ હતું. લેબ દ્વારા વીમા કંપનીને સંદેશો પાઠવી દેવાયો હતો કે કોરોના રીપોર્ટ બોગસ છે. આ પછી લેબ દ્વારા નિમેષ પરમાર વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. જેના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એવુ ખુલ્યુ છે કે નિમેષ પરમાર પરીણીત છે સવા બે લાખ મેળવવા બોગસ કોરોના રીપોર્ટ તૈયાર કર્યો હતો. તેણે એમએસ પેઈન્ટ સોફટવેર મારફત રીપોર્ટમાં નામ અને સીરીયલ નંબર બદલાવી નાખ્યા હતા.