વજન ઉતારવું છે ? તો રસોડું સાફ સુથરૂ રાખો!

07 January 2021 12:09 PM
Health
  • વજન ઉતારવું છે ? તો  રસોડું સાફ સુથરૂ રાખો!

બ્રિટનના આહાર નિષ્ણાંતનો દાવો

નવી દિલ્હી  તા. 7
લોકો વજન ઘટાડવા માગે છે પણ પસંદગીના ખોરાકથી પરેજી નથી પાળી શકતા. વર્ક અને વર્કફ્રોમના અતિ બોજથી કસરત કરવાનો સમય મળતો નથી. આ સંજોગોમાં વજન ઉતારવાનો એક રસ્તો છે. આપનુ રસોડું સાફ સુથરૂ રાખો !જીહા, આપ આપના કિચનને સ્વચ્છ રાખશો અને સ્માર્ટ ફોનને ડાઇનીંગ ટેબલથી દૂર રાખશો તો આપોઆપ આપનું વજન ઘટવા લાગશે!આવો દાવો બ્રિટનના મશહુર આહાર વિશેષજ્ઞ માઇકલ મોસલેએ વિભિન્ન અધ્યયનના હવાલાથી કર્યો છે.કાર્નેલ યુનિવર્સિટીના એક સંશોધન મુજબ રસોડાને અસ્ત વ્યસ્ત હાલતમાં જોવાથી મસ્તિષ્કમાં સ્ટ્રેસ હોર્મોન  કાર્ટિસોલ નું ઉત્પાદન વધી જાય છે. જેનાથી ન ઇચ્છવા છતાં પણ વધારે ખોરાક ખાય છે. 4500 કેલરી દર સપ્તાહે વધુ લે છે રસોડાને અસ્ત વ્યસ્ત રાખનારાઓ જ્યારે 2.3 કિલો વજન દર મહિને ઘટે છે કિચનને સાફ સુથરૂ રાખનારાઓનું.


Related News

Loading...
Advertisement