રાજકોટ-સિકંદરાબાદ વિશેષ ટ્રેનની મુદત 1 એપ્રિલ સુધી લંબાવાઇ

06 January 2021 04:01 PM
Rajkot Travel
  • રાજકોટ-સિકંદરાબાદ વિશેષ ટ્રેનની મુદત 1 એપ્રિલ સુધી લંબાવાઇ

રાજકોટ, તા.6
રાજકોટ સિકંદરાબાદ ફેસ્ટીવલ ટ્રેનને હવે 1 એપ્રિલ 2021 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે મુજબ રાજકોટ-સિકંદરાબાદ વિશેષ ટ્રેન સોમવાર, બુધવાર તેમજ ગુરુવારે સવારે 5-30 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 8-10 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 21 જાન્યુઆરીથી 1 એપ્રિલ 2021 સુધી ચાલશે, આ જ પ્રકારે સિંકદરાબાદ-રાજકોટ વિશેષ ટ્રેન દર સોમવાર, મંગળવાર અને શનિવારે સિકંદરાબાદ બપોરે 15-00 વાગ્યે ઉપડીને બીજા દિવસે સાંજે 17-50 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 19 જાન્યુઆરીથી 30 માર્ચ, 2021 સુધી ચાલશે, વધુ જાણકારી માટે યાત્રીએ www.enqviry.indianrail.gov.in પરથી સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement