નાના ભાઈ-બહેનોને રમતા છોડી સુરતની 17 વર્ષિય વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ લીધો

04 January 2021 04:42 PM
Surat Crime
  • નાના ભાઈ-બહેનોને રમતા છોડી સુરતની 17 વર્ષિય વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ લીધો

સુરત,તા. 4
સુરતના સચિન વિસ્તારમાં આવેલ જલારામનગરમાં સવિતા નામની 17 વર્ષિય વિદ્યાર્થીનીએ નાના ભાઈ બહેનને રમતા છોડી ફાંસો ખાઈ લેતા ચર્ચાનો વિષય બન્યો છે.સવિતાએ હાલમાં ધો. 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. આપઘાત કરનાર સવિતાએ માતા પિતાની ગેરહાજરીમાં મોત વહાલુ કરતા પરિવારજનો આઘાતમાં સરી પડયા છે. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તેનો મોબાઈલ કબજે કરી તપાસ હાથ ધરી છે. સવિતાના પિતાનું કહેવું છે કે 5 વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઈએ દોડીને આવી માતાને કહ્યું કે બહેન પંખા સાથે લટકી રહી છે. આ સાંભળી પત્ની તાત્કાલીક ઘરે છોડીને જોયું ત્યારે સવિતા લટકતી હાલતમાં મળી. હજુ એક સપ્તાહ પહેલા જ બ્યુટી પાર્લરનું શીખવાની વાત રકતા તેને સામાન અપનાવ્યો હતો. ચાર સંતાનોમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતા હતા અને સવિતાએ અચાનક આવું પગલું ભરી લીધું હતું.


Related News

Loading...
Advertisement