ફળ-શાકભાજીની છાલ ફેંકી ન દો, તેમાં હોય છે ગંભીર બીમારીઓનો ઇલાજ

04 January 2021 12:12 PM
Health
  • ફળ-શાકભાજીની છાલ ફેંકી ન દો, તેમાં હોય છે ગંભીર બીમારીઓનો ઇલાજ

વિવિધ સંશોધનોમાં થયો ખુલાસો : કેળા, નાસપતિ, લસણ, સંતરા-મોસંબી, કોળાની છાલ ડિપ્રેસન, પેટના રોગો, હૃદયરોગ, કેન્સર, સ્ટ્રોકથી બચાવે છે

નવી દિલ્હી, તા.4
મોટે ભાગે લોકો જ્યારે ફળો ખાતા હોય છે ત્યારે તેની છાલ કાઢીને ફેંકી દેતા હોય છે પરંતુ આ છાલમાં અનેક ગંભીર બીમારીઓનો ઇલાજ છુપાયેલો હોય છે, આથી કેળા, નાસપત્તિ, સંતરા કે કોળુ ખાય તો તેની છાલ ફેંકી ન દેતા પણ તેનો ખોરાકમાં ખાસ પ્રક્રિયા કરી ઉપયોગમાં લેજો. જાહા, જાપાન સહિત દુનિયાના વિવિધ દેશોમાં સંશોધનમાં જાહેર થયેલી વિગત મુજબ ફળ-શાકભાજીની છાલ ડિપ્રેસનથી લઇને હૃદયની બીમારીઓથી બચાવવામાં કારગત નીવડે છે. ત્વચાને મુલાયમ, ડાઘ સહિત અને ચમકદાર રાખવામાં પણ છાલોએ મોટી ભૂમિકા ભજવી છે. આવો, જાણીએ આ ફળો-શાકભાજીની છાલની ઉપયોગીતા


કેળા-ડિપ્રેસન, આંખનો મોતિયો:-
ચુંગ યુનિવર્સિટીના સંશોધનમાં કેળાની છાલમાં ફિલ ગુડ હોર્મોન સેરોટોનીનીની હાજરી જણાઇ હતી. જે ઉદાસીન ભાવ ઘટાડે છે. તેમાં લ્યુટિન નામનું એન્ટી ઓકિસડેન્ટ પણ મળી આવેલું જે આંખમાં મોજુદ કોશિકાઓનું અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવે છે. કેળાની છાલને 10 મીનીટ સુધી સાફ પાણીમાં ઉકાળો ઠંડુ થયા બાદ ગાળીને પાણી પી લો.


નાસપતિ: પેટ, લિવર રોગ
નાસપતિ છાલ વિટામીન સી અને ફાઇબર સિવાય બ્રોમલેનનો બહેતરીન સ્ત્રોત છે. ચયાપચનની ક્રિયાને સ્વસ્થ રાખીને પેટમાં મોજુદ ટિશ્યુઓને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.


લસણ:- હૃદયરોગ-સ્ટ્રોક
લસણમાં ફિનાયલ પ્રોપેનોયડ નામના એન્ટી ઓક્સિડેન્ટની હાજરી જોવા મળી હતી. બ્લડ પ્રેસરની સાથે સાથે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન (એલડીએલ) અર્થાત બેડ કોલસ્ટ્રેલના સ્તરમાં ઘટાડો લાવીને હૃદય રોગ અને સ્ટ્રોકથી બચાવે છે. સવારે ખાલી પેટે બે કણી લસણ છાલ સહિત ચાવવા, શાકભાજી, ચટણીમાં પણ ઉપયોગ કરવો.


સંતરા-મોસંબી-હૃદયરોગ:-
ખાટા ફળોની છાલમાં ભારે માત્રામાં સુપર ફલેવાનોયડ હાજર હોય છે. બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ તત્વ રક્ત પ્રવાહ દરમિયાન ધમનીઓ પર વધારે દબાણ નથી પડવા દેતું. શાકભાજી સુપમાં છાલ છીણીને નાખી શકાય.


કોળુ-કેન્સર:-

કોળાની છાલમાં મોજુદ બીટા કેરોટિન ફ્રી-રેડિકલ્સનો ખાત્મો કેન્સરથી બચવામાં મદદરૂપ છે. ઝીંકની હાજરી નખને મજબૂત બનાવવા સિવાય અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચા કોશિકાઓની રક્ષણ કરે છે, ઇમ્યુનિટી વધારવામાં પણ કારગત છે. છાલ જો મુલાયમ હોય તો શાકની સાથે રાંધો કડક હોય તો તડકામાં સુકવીને ઓવનમાં ચીપ્સ બનાવો.


Related News

Loading...
Advertisement