હૃદય પ્રત્યારોપણ માટે હવે રાહ નહીં જોવી પડે

04 January 2021 11:55 AM
Health
  • હૃદય પ્રત્યારોપણ માટે હવે રાહ નહીં જોવી પડે

આ સાધન ડોનરના શરીરમાંથી કાઢેલું હૃદય સારી સ્થિતિમાં રાખવા સક્ષમ : બ્રિટીશ વૈજ્ઞાનિકોએ એક નવી ‘ઓર્ગન કેર સિસ્ટમ’ વિકસાવી, જેનાથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી બે ગણી થશે

લંડન, તા.4
હૃદય પ્રત્યારોપણની વાટ જોઇ રહેલા દર્દીઓ માટે સારા સમાચાર છે, કેમ્બ્રિજ સ્થિત રોયલ પાયવર્જા હોસ્પિટલના સંશોધક ઓર્ગન કેટ સિસ્ટમ નામનું એફ એવું ઉપકરણ બનાવવામાં સફળ રહ્યા છે, જે ડોનરના શરીરમાંથી રાખવામાં આવેલ હૃદયને બહેતર સ્થિતિમાં રાખવા માટે સક્ષમ હશે. આથી દર વર્ષે બે ગણી સંખ્યામાં દર્દીઓના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સર્જરીની શકયતાની આશાઓ જાગી છે.


મુખ્ય સંશોધક સ્ટીફન લાર્જના અનુસાર હાલના સમયમાં હાલના સમયમાં હૃદય એ દર્દીઓ પાસેથી મળે છે, જેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવે છે. અંગદાન માટે પરિવાર તરફથી મંજૂરી મળ્યા બાદ દર્દીના હૃદયને કૃત્રિમ રૂપે જીવિત અવસ્થામાં રાખવામાં આવે છે, જેથી તે પ્રત્યારોપણ માટે ઉપયોગી રહે. જો કે ‘ઓર્ગન કેટ સિસ્ટમ’ એ દર્દીઓના હૃદયને પણ બીજીવાર સક્રિય અવસ્થામાં લાવવાની સુવિધા આપે છે, જેમનું મૃત્યુ હૃદયની ધડકન રોકવાથી થયું છે, આ કામ અગાઉ અશક્ય માનવામાં આવતું હતું, કારણ કે આવા કિસ્સામાં હૃદયની કોશિકાઓ તીવ્ર ગતિએ દમ તોડવા લાગે છે. સંશોધક ટીમે હૃદય પ્રત્યારોપણની રાહમાં દમ તોડતા દર્દીઓની સતત વધતી સંખ્યાઓને જોતા ‘ઓર્ગન કેટ સિસ્ટમ’નું નિર્માણ શરૂ કર્યું હતું. ત્યારે તેમને ખબર નહોતી કે આ સાધન હૃદય પ્રત્યારોપણના ક્ષેત્રમાં ગત ત્રણ દાયકામાં થયેલ સંશોધનમાં સૌહન ક્રાંતિકારી બની રહેશે. આ ઉપકરણની મદદથી બે ગણી સંખ્યામાં હૃદય પ્રત્યારોપણ માટે ઉપલબ્ધ કરાવી શકાશે.


Related News

Loading...
Advertisement