સુરતના મિનિએચર આર્ટિસ્ટની કાબિલ-એ-દાદ કલા : સોપારી પર 50થી વધુ કલાકૃતિઓ બનાવી

03 January 2021 03:02 PM
Surat Gujarat
  • સુરતના મિનિએચર આર્ટિસ્ટની કાબિલ-એ-દાદ કલા : સોપારી પર 50થી વધુ કલાકૃતિઓ બનાવી
  • સુરતના મિનિએચર આર્ટિસ્ટની કાબિલ-એ-દાદ કલા : સોપારી પર 50થી વધુ કલાકૃતિઓ બનાવી
  • સુરતના મિનિએચર આર્ટિસ્ટની કાબિલ-એ-દાદ કલા : સોપારી પર 50થી વધુ કલાકૃતિઓ બનાવી

રામમંદિર, ભગવાન ગણેશ અને વડાપ્રધાન મોદીને સોપારી પર કંડારીયા

રાજકોટઃ
ઘણી વખત ઘણા કલાકારોની કલા આપણને દંગ કરી દે છે. અને એ કલાકારની કલાના વખાણ કરતા આપણે અટકતા નથી. કઈક આવી જ કાબિલ-એ-દાદ કલા સુરતના મિનિએચર આર્ટિસ્ટપવન શર્માએ પાસે છે.

કોરોના મહામારીના કારણે વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન થયું. આપણે બધા મોટાભાગે ઘરમાં જ રહ્યા, આ સમયગાળામાં જેમ તેમ કરીને પણ લોકોનો સમય પસાર થતો નહોતો. એવા સમયે સુરતના મિનિએચર આર્ટિસ્ટ પવન શર્માએ પોતાની કળાથી સૌ કોઈના દિલ જીતી લીધા છે. પવન શર્માએ લૉકડાઉનમાં સોપારીઓ પર માસ્ટરપીસ આર્ટ બનાવીને પોતાનો સમય વીતાવ્યો છે. તેમણે સોપારી પર અનેક કલાકૃતિઓ બનાવી, તેમાં રામ મંદિર, ભગવાન ગણેશ અને વડાપ્રધાન મોદી, કોરોના વોરિયર્સની કલાકૃતિ ખાસ છે. આવી 50થી વધુ કલાકૃતિઓ તેમણે સોપારી પર કંડારી છે. તેની આ કળાના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે. પવન શર્માએ જણાવ્યું કે, લોકકડાઉન દરમિયાન શોખને પૂરો કરવા માટે તેમણે આ કામ કર્યું. અત્યાર સુધીમાં તેઓએ સોપારી પર 60 જેટલી કલાકૃતિઓ તૈયાર કરી છે.


Related News

Loading...
Advertisement