ગુજરાતના 5 સીનિયર IAS અધિકારીઓને અગ્ર સચિવ તરીકે બઢતી, 11ને સિલેક્શન ગ્રેડ અપાયુ

02 January 2021 09:47 PM
Government Gujarat
  • ગુજરાતના 5 સીનિયર IAS અધિકારીઓને અગ્ર સચિવ તરીકે બઢતી, 11ને સિલેક્શન ગ્રેડ અપાયુ

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને પણ સિલેક્શન ગ્રેડ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારનું અગ્ર સચિવ તરીકે પ્રમોશન

રાજકોટઃ
રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે નવા વર્ષના બીજા દિવસે જ 1996 બેચના 5 સીનિયર IAS અધિકારીઓને પણ અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે. જ્યારે 2008 બેચના 11 IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ આપ્યું છે.

સિલેક્શન ગ્રેડ અપાયું છે તેવા અધિકારીઓમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સુરત કલેક્ટર ડો. ધવલ પટેલ, પાટણ કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, મોરબી કલેક્ટર જે.બી. પટેલ, સુરત ડીડીઓ એચ.કે. કોયા, નાણા વિભાગના Saidingpuii Chhakchhuak, કમિશનર ઓફ મહિલા બાળ વિકાસ વિભાગના ડાયરેક્ટર આઇસીડીએસ (એ.એમ. શર્મા), મહેસાણા ડીડીઓ મનોજ દક્ષિણી, ખેડા ડીડીઓ ડીએસ ગઢવી, રજિસ્ટાર ઓફ કો. સોસાયટી ડીપી દેસાઇ ઉપરાંત ગુજરાત કેડરના બિહારમાં પ્રતિનિયુક્તી પર ગયેલા ડો. રણજીત કુમાર સિંઘને પણ સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યો છે. ગુજરાત કેડરના 2008 બેચના IAS ડો. રણજીત કુમાર સિંઘ બિહારના શિક્ષણ વિભાગના પ્રાઇમરી એજ્યુકેશનના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

1996 બેચના પાંચ સીનિયર IAS અધિકારીઓને કે જેને સચિવમાંથી અગ્ર સચિવ તરીકે બઢતી અપાઈ છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ટોકયોની ઇન્ડિયન એમ્બેસીમાં મિનિસ્ટરી ઓફ ઇકોનોમિક્સ અને કોમર્સના મિનિસ્ટર મોના કંધાર, વોશિંગ્ટન ડીસી ખાતે ઇન્ટરનેશનલ મોનિટ્રી ફંડના ઇડીના સીનિયર એડવાઇઝર ડો. ટી.નટરાજન, વોશિંગ્ટન વર્લ્ડ બેન્કના ઇડીના સીનિયર એડવાઇઝર રાજીવ ટોપનો અને પ્રવાસન, દેવસ્થાન વિભાગના સચિવ મમતા વર્માને અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને તેમના IAS પત્ની મોના કંધાર બન્ને બેચમેન્ટ છે અને આ IAS દંપત્તિને પણ અગ્ર સચિવ તરીકે બઢતી મળી છે. આ પાંચ IAS અધિકારીઓમાંથી માત્ર બે IAS અધિકારીઓ જ ગુજરાતમાં છે. બાકીના ત્રણ IAS અધિકારીઓ પ્રતિનિયુક્તી પર છે.


Related News

Loading...
Advertisement