ચેક બાઉન્સ કેસ: વેપારીની તમામ સંપત્તિ જપ્ત કરવા કોર્ટનો આદેશ

02 January 2021 12:16 PM
Surat Crime Gujarat
  • ચેક બાઉન્સ કેસ: વેપારીની તમામ સંપત્તિ જપ્ત કરવા કોર્ટનો આદેશ

અપવાદરૂપ સમા ચુકાદામાં વેપારીને બે વર્ષની કેદ, 30 લાખનો દંડ અને પાસપોર્ટ જપ્તીનો આદેશ

સુરત, તા.2
2017ના ચેક બાઉન્સના કેસમાં સુરતની સ્થાનિક અદાલતે દાખલારૂપ ચુકાદો આવ્યો હતો. વેપારીને બે વર્ષની આકરી કેદ ફટકારવા ઉપરાંત તેની તમામ સંપતિ ટાંચમાં લેવા તથા પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાનો ચુકાદો આપ્યો છે.સુરત કોર્ટના સેક્ધડ એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શિલ્પા કાનાબારે સુરતના ચોર્યાસી તાલુકાના વેપારી નરેશ પટેલ પર 30 લાખનો દંડ પણ ફટકાર્યો છે અને ફરિયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ કંપનીને દંડની રકમમાંથી 25 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.


ચેક બાઉન્સના કેસમાં સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ કરાયાનો આ અપવાદરૂપ કિસ્સો ગણવામાં આવે છે. નરેશ પટેલ કે તેના વકીલ છેલ્લા પાંચ-પાંચ મહિનાથી અદાલતમાં હાજર ન રહ્યાના મુદે પણ કોર્ટે ઝાટકણી કાઢી હતી.કોર્ટે ફટકારેલી સજાનું વોરંટ પણ સુરત પોલીસ કમિશનર તથા પોલીસ વડાને મોકલી આપવામાં આવ્યું હતું અને તેની બજવણી કરવાનો આદેશ કર્યો હતો. દંડની રકમ રિકવર કરવા માટે સંપતિ જપ્તમાં લેવાનું આદેશમાં કહેવાયું છે.શ્રીરામ ટ્રાન્સપોર્ટે નરેશ પટેલને વાહન લોન આપી હતી. નવેમ્બર 2017માં તે પેટેનો 15 લાખનો ચેક બાઉન્સ થતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.અદાલતે ચુકાદામાં એમ પણ કહ્યું છે કે દંડની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસ જેલમાં રહેવું પડશે. પાસપોર્ટો સ્થગીત કરવા પણ પાસપોર્ટ તંત્રને સુચના આપવા સાથે એકશન ટેકન રીપોર્ટ આપવાનો પણ આદેશ કર્યો હતો.


Related News

Loading...
Advertisement