નવી દિલ્હી:
કોરોનાના નવા સ્ટ્રેનના કારણે વિશ્વમાં જે નવો ભય સર્જાયો છે પણ હવે કદાચ આ એક ‘હાઉ’ જ હોવાનું સાબીત થઈ રહ્યું છે અને તેથી જ વિશ્વમાં અનેક દેશો જેણે બ્રિટન સાથેની વિમાની સેવાને હાલ સ્થગીત કરી હતી તેમાં ફરી આ વ્યવહાર પુન: સ્થાપિત કરી રહ્યા છે અને ભારતે પણ તા.8થી બ્રિટન સાથેની 39 સાપ્તાહિક વિમાની સેવાને પુન: બહાલ કરવા માટે મંજુરી આપી છે. ગઈકાલે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન વિભાગે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તા.23 જાન્યુ.થી બ્રિટન સાથેની વિમાની સેવાને પ્રતિબંધીત કરી હતી તે તા.8 જાન્યુઆરીથી પુન: સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે જેમાં અમદાવાદ સહિતના મહાનગરોને બ્રિટન સાથે સાંકળતી સેવાઓનો સમાવેશ થાય છે. ભારતમાંથી 15 ફલાઈટ રવાના થશે અને બ્રિટનની 15 ફલાઈટ આવી શકશે તે રીતે મંજુરી આપવામાં આવી છે. જેમાં એરઈન્ડીયા વિસ્તારા, બ્રિટીશ એરવેજ અને વર્તુન એટલાન્ટીકની ફલાઈટનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત નેધરલેન્ડે પણ બ્રિટન સાથેની વિમાની સેવા પુન: શરુ કરી છે.