વડોદરા:
કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારે થર્ટી ફસ્ટની પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના અમલ માટે પોલીસ પણ સતર્ક રહી. પરંતુ શેહરી વિસ્તારોમાં પોલીસની ઘોંસ વધતાં વડોદરાના કોલેજિયન યુવક-યુવતીઓએ શહેર બહાર પાર્ટીનું આયોજન કર્યું. જોકે પોલીસને બાતમી મળતા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલથી રસુલાબાદ જવાના રસ્તા ઉપર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર-92માં દરોડો પાડ્યો હતો. અહીં થર્ટી ફર્સ્ટની રાત્રે થ્રીડી પાર્ટી માણી રહેલા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના 7 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સહિત 9 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. અહીં ડી.જે.ના તાલે દારૂની મહેફિલ ચાલી રહી હતી.
પોલીસે સ્થળ પરથી 8 પ્લાસ્ટિકના ગ્લાસ, ભારતીય બનાવટની દારૂની ચાર બોટલ, 9 મોબાઇલ ફોન, બ્રેઝા કાર, BMW કાર અને મ્યુઝિક સિસ્ટમ મળી કુલ રૂપિયા 17,55,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ આરોપીની અટકાયત કર્યાં બાદ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપી સામે દારૂની મહેફિલ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
◆ દારૂની મહેફિલ માણતાં ઝડપાયેલા આરોપીઓના નામ
પોલીસે દારૂની મહેફિલ માણતા કાર્તિક ભગવાનજી પટેલ (ધંધો. નોકરી, રહે. 401, ચોથો માળ, વર્ધાન કોમ્પ્લેક્ષ, કારેલીબાગ, વડોદરા), ડીજે સંચાલક જયસિંહ અર્જુનસિંહ દરબાર (રહે. 504, એલ ટાવર, શ્રી સિધ્ધેશ્વરી હીલ, તરસાલી, વડોદરા), વિદ્યાર્થીઓ આલોક શ્રીવાસ્તવ (રહે. 16, રાધે બંગ્લોઝ, ક્રિષ્ણા ટાઉનશિપ પાસે, ગોત્રી, વડોદરા), સિદ્ધાર્થ વિનોદભાઇ ચૌધરી (રહે. ડી-47, લક્ષ્મી નિવાસ, રોઝરી સ્કૂલની બાજુમાં, પ્રતાપગંજ, વડોદરા), જય સુનિલભાઇ શાહ (રહે. એ-203, સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા), અનુજ પ્રવિણભાઇ સહેગલ (રહે. 301, વૈદ્ય રેસિડેન્સી, અલકાપુરી, વડોદરા), વિદ્યાર્થિનીઓ મેશ્વા નિકુલભાઇ પટેલ (રહે. 3-બી, જયશ્રી મહાકાળી સોસાયટી, માંજલપુર, વડોદરા), સૌમ્યા પંકજભાઇ અગ્રવાલ (રહે. 401, એરીઝ એલીગંજ, 37-1, અરૂણ નગર, અલકાપુરી, વડોદરા) સિમરન જયેશભાઇ જૈન (રહે. 27, વિઠ્ઠલનગર સોસાયટી, કારેલીબાગ, વડોદરા)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.