આયુષ્યમાન યોજનાથી ગરિબોમાં 30 હજાર કરોડ અને જન ઔષધિ કેન્દ્રોથી 3600 કરોડ બચ્યા

31 December 2020 07:18 PM
Rajkot Health
  • આયુષ્યમાન યોજનાથી ગરિબોમાં 30 હજાર કરોડ અને જન ઔષધિ કેન્દ્રોથી 3600 કરોડ બચ્યા

વડાપ્રધાન મોદીએ બન્ને યોજનાથી ગરિબોને થયેલ ફાયદાનો ચિતાર આપ્યા

રાજકોટ તા.31
કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના અને દેશભરમાં શરુ કરવામાં આવેલા રાહતભાવની દવાના જનઔષધી કેન્દ્રોથી ગરીબોના કરોડો રૂપિયા બચી ગયા છે. જે વ્યક્તિઓ સારવારના ખર્ચથી પોતાના ઘરનું બજેટ વેરવિખેર થઈ જશે, સંતાનો કરજામાં આવી જશે તેની ચિંતામાં હતા તેવી વ્યક્તિઓના કરોડો રૂપિયા કેન્દ્ર સરકારની આ બે યોજનાથી બચી ગયા હોવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટની એઈમ્સ હોસ્પીટલના ઈ-ખાતમુર્હુત અવસરે પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો. રાજકોટમાં આજે એઈમ્સ હોસ્પીટલનું ઈ-ખાતમુર્હુત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી બે મહત્વની યોજનાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો જેમાં વડાપ્રધાનની આયુષ્યમાન યોજનાથી દેશભરના ગરીબોનો સારવારનો ખર્ચ અંદાજે 30 હજાર કરોડ અને આવી ગરીબ વ્યક્તિઓને જો બજારમાં દવા વેચાતી લેવાની થઈ હોત તો વધુ મોંઘી પડત, પરંતુ વડાપ્રધાનની જનઔષધી કેન્દ્રોમાંથી જે દવાઓ ખરીદ કરવામાં આવી તેનાથી ગરીબોના અંદાજે 3600 કરોડ રૂપિયા બચી ગયા છે તેવો દાવો વડાપ્રધાને પોતાના પ્રવચનમાં કર્યો હતો. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ ગરીબ અથવા મધ્યમ વર્ગ પરિવારની ઘરની મોટી વ્યક્તિને ગંભીર બીમારી લાગુ પડે ત્યારે ઈલાજ કરાવતા નથી કારણ કે ઈલાજમાં લાખો રૂપિયા ખર્ચાઈ જાઈ. મારા સંતાનો દેવામાં આવી જાય આ ભયથી બીમારી સહન કરે છે અને સારવાર કરાવતા નથી પરંતુ આયુષ્યમાન યોજના અને જનઔષધી કેન્દ્રોથી ગરીબોના કરોડો રૂપિયા બચી ગયા છે અને આ યોજના દેશભરના ગરીબ અને મધ્યમવર્ગ પરિવારને ખૂબ જ મદદરૂપ બની રહી હોવાનું જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement