ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન વધુ ત્રણ માસ દોડશે

31 December 2020 06:04 PM
Travel
  • ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન વધુ ત્રણ માસ દોડશે

સેવાનો વિસ્તાર થતા હવે કુલ 103 ટ્રીપ ચાલશે

રાજકોટ,તા. 31
કોરોના મહામારીને ધ્યાને લઇ પશ્ચિમ રેલવે દ્વારા પાર્સલ વિશેષ ટ્રેનોની ટ્રીપ વધારવામાં આવી છે. આ સેવાને ત્રણ મહિના માટે લંબાવાઈ છે જેમાં ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેનની વધુ 103 ટ્રીપ ચાલશે. ઓખા-ગુવાહાટી વચ્ચે ચાલનારી ટ્રેન 3 જાન્યુઆરીથી 28 માર્ચ સુધી ચાલશે. જ્યારે પોરબંદર-શાલીમાર ટ્રેન 31 ડીસેમ્બરથી 30 માર્ચ સુધી દોડશે. સામા છેડેથી ગુવાહાટી-ઓખા ટ્રેન 6 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી દોડશે અને શાલીમાર-પોરબંદર ટ્રેન 2 જાન્યુ.થી 1 એપ્રિલ સુધી ચાલશે તેમ રાજકોટ રેલ મંડલના વરિષ્ઠ મંડલ વાણીજ્ય પ્રબંધક અભિનવ જેફની યાદીમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement