હવે એરપોર્ટ પર આપનો ચહેરો જ બનશે બોર્ડીંગ પાસ!

31 December 2020 05:25 PM
India Travel
  • હવે એરપોર્ટ પર આપનો ચહેરો જ બનશે બોર્ડીંગ પાસ!

દિલ્હીમાં નવી સિસ્ટમની ટ્રાયલ શરૂ

નવી દિલ્હી તા.31
હવે વિમાન યાત્રીઓ માટે એરપોર્ટ પર આપની એન્ટ્રી માટે આપનો ચહેરો જ આપની ઓળખ બનશે. પેસેન્જરોના ચહેરો અને બાયોમેટ્રીકની સહાયતાથી એરપોર્ટ પર એન્ટ્રી થઈ શકશે.‘ડિજી યાત્રા’ અંતર્ગત શરૂ થનાર આ સીસ્ટમ માટે સોમવારથી આઈજીઆઈ એરપોર્ટ પર ટ્રાયલ શરૂ કરવામાં જે જાપાનની એક કંપની સાથે મળીને કરવામાં આવી છે.હાલમાં તેને ટી-3 પર એક એરલાઈન્સ સાથે શરુ કરાઈ છે, આવનારા સમયમાં એર ઈન્ડીયા સહિત વધુ બે એરલાઈન્સ જોડાઈ જશે.હાલમાં આ સિસ્ટમ એક વિકલ્પ તરીકે શરૂ કરાઈ છે, મતલબ યાત્રી ઈચ્છે તો તે ડીજી યાત્રા અંતર્ગત પણ ટી-3થી ફલાઈટ પકડી શકે છે.


Related News

Loading...
Advertisement