રાજકોટ તા.30
કુતિયાણા તાલુકા પંચાયત, કચેરીમાં નોકરી કરતા રાજેન્દ્રકુમાર કાંતીલાલ વેડીયા, જુનીયર કલાર્ક તરીકે તા.1/10/1986ના રોજ નોકરીમાં જોડાયેલ હતાં. જેઓની ગ્રેચ્યુઇટી તા.1/10/1996થી ગણવામાં આવી હતી અને તેઓને તા.31/3/2019ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત કરવામાં આવ્યા હતાં. આ કર્મચારીને ડિપાર્ટમેન્ટ દ્વારા તા.1/10/1996થી તા.31/3/2019 સુધીની ગણીને ગ્રેચ્યુઇટીની રકમ ચુકવેલ હતી.
જયારે આ કર્મચારી તા.1/10/1986થી તા.1/10/1996 સુધી જે નોકરી કરેલ હતી તે નોકરીના સમયગાળાની ગ્રેચ્યુઇટીની રકમ ચુકવેલ ન હતી. જેથી આ કર્મચારીએ રાજકોટના એડવોકેટ જી.આર.ઠાકર મારફત ઉપર જણાવેલ સમયની ગ્રેચ્યુઇટીની રકમ મેળવવા પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટ 1972 હેઠળના ક્ધટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ ગ્રેચ્યુઇટી અરજી દાખલ કરેલ જે કેસમાં પડેલ પુરાવાઓને ઘ્યાને લઇ કન્ટ્રોલીંગ ઓથોરીટી એન્ડ ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટના અધિકારી સાહેબએ આ અરજી મંજૂર કરી કુતિયાણા તાલુકા પંચાયત, કચેરીને રૂા.2,13,808 ચુકવી આપવા આદેશ ફરમાવેલ છે અને આ રકમ ઉપર 10% સાદા વ્યાજની રકમ ચુકવવાનો પણ આદેશ ફરમાવેલ છે. આ કામમાં કર્મચારી વતી રાજકોટના જાણીતા એડવોકેટ જી.આર.ઠાકર તથા ગાર્ગીબેન ઠાકર જોશી અને મિલન દુધાત્રા રોકાયેલ હતાં.