વાંકા-ચૂકા દાંત હૃદય અને ફેફસાના પણ દુશ્મન!

30 December 2020 10:25 AM
Health
  • વાંકા-ચૂકા દાંત હૃદય અને ફેફસાના પણ દુશ્મન!

બ્રિટીશ ઓર્થોડોન્ટિક સોસાયટીના અભ્યાસમાં ખુલાસો:દાંત-મોંની સફાઈમાં જરાપણ લાપરવાહી માત્ર દાંત-પેઢામાં સડો પેદા નથી કરતી બલકે હૃદય-ફેફસાને ગંભીર અસર કરે છે

લંડન તા.30
વાંકાચૂકા દાંત હોવા સામાન્ય બાબત છે. જો કે આવા દાંત ધરાવતા લોકોએ મોંની સફાઈ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, આમાં જરાપણ લાપરવાહીથી માત્ર દાંત-પેઢામાં સડો જ નથી પેદા કરતો બલ્કે હૃદય અને ફેફસાની ગંભીર બીમારીનું કારણ બની શકે છે. બ્રિટીશ ઓર્થોડોન્ટીક સોસાયટીના અભ્યાસમાં આ ચેતવણી અપાઈ છે.સંશોધકોના જણાવ્યા અનુસાર વાંકા-ચૂકા દાંતની સફાઈ વધારે મુશ્કેલ હોય છે. વ્યક્તિ ભલે મોંના દરેક ખૂણામાં બ્રશ ફેરવે તેમ છતાં દાંત-પેઢા વચ્ચે થોડો-ઘણો કચરો જમા રહે જ છે. આ કચરો જીવાણુઓને વિકસવા દે છે, આનાથી દાંત-પેઢામાં સડાની ફરિયાદ રહે છે.


મુખ્ય સંશોધક રિચર્ડ જયોર્જ અનુસાર જીવાણું ખાવા-પીવાની ચીજોની સામે ફેફસા અને હૃદયમાં પણ પ્રવેશ કરી લે છે. આથી ન્યુમોનીયા બ્રોન્કાઈટીસ સહીત અન્ય સંક્રમણ થવાની સાથે સાથે હૃદયની ધમનીઓમાં પ્લાક જામવાનો ખતરો વધી જાય છે. આ પ્લાક ધમનીઓને સાંકડી બનાવે છે. આથી રકતપ્રવાહ દરમિયાન ધમનીઓ પર વધુ દબાણ આવે છે. ધમનીઓ ફાટવાથી વ્યક્તિ હાર્ટ એટેકનો શિકાર બને છે.ગુસ્સામાં દાંત કચ કચાવવાની આદત પણ હૃદયની તબીયત માટે ઘાતક હોવાનું જયોર્જ જણાવે છે. આથી દાંત ઘસાવા, તૂટવા અને તેમાં તિરાડ પડવાની આશંકા રહે છે. આ તિરાડ દાંત-પેઢાની વચ્ચે ગંદકી જામવાનું કારણ બને છે, જેથી બેકટેરિયાને ત્યાં ઘર કરવાનું સરળ રહે છે. આથી લોહીનો પ્રવાહ મુશ્કેલ બને છે અને બ્લડ પ્રેસર વધે છે.યાદદાસ્ત નબળી પડવાનો ખતરો વધે છે


‘ધી લંડન સેન્ટર ફોર કોસ્મેટિકસ ડેન્ટીસ્ટરીના અભ્યાસ મુજબ મોંમાં વધારે માત્રામાં જીવાણુઓની હાજરી યાદદાસ્ત માટે ઘાતક છે. સંશોધકોનો દાવો હતો કે મોંમાં હાજર બેકટીરીયા જોતા તંત્રમાં પહોંચીને માત્ર કોશિકાઓને જ નિશાન નથી બનાવતી. બલ્કે તેમના વચ્ચેના વ્યવહારમાં પણ વિધ્ન પેદા કરે છે.દાંતના રોગથી બચવારોગ સવોર અને રાત્રે બ્રશ કરી, જીભ પર ગંદકી જમા ન થવા દો. સિગરેટ, તમાકુ, ગુટખા સોફટ ડ્રીંક, કોફીથી દૂર રહો.


Related News

Loading...
Advertisement