ઠંડીમાં શરાબ પીવાનું હાનિકારક ? હવામાન ખાતાએ વૈજ્ઞાનિક તથ્ય જાહેર કર્યું

29 December 2020 05:21 PM
Health
  • ઠંડીમાં શરાબ પીવાનું હાનિકારક ?
હવામાન ખાતાએ વૈજ્ઞાનિક તથ્ય જાહેર કર્યું

શરાબ તમારા શરીરમાં ગરમી પેદા કરતું નથી પરંતુ વાસ્તવમાં તાપમાન ઘટાડે છે : બ્રિટીશ અભ્યાસ

નવી દિલ્હી,તા. 29
ભારતમાં નવા વર્ષની ઉજવણી શરુ થઇ ગઇ છે અને તેની સાથે દેશભરમાં ઠંડીનો પણ જબરો માહોલ છે તે વચ્ચે હવામાન વિભાગ દ્વારા લોકોને કાતિલ ઠંડીમાં શરાબ ન પીવા જે સલાહ આપવામાં આવી છે તે અંગેના વૈજ્ઞાનિક તથ્યો પણ જાહેર થયા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તા. 28 ડીસેમ્બર બાદ 3 થી 5 ડીગ્રી સેલ્સીયસ તાપમાન ઘટી શકે છે અને તે સમયે શરાબ પીવાથી જે પરિસ્થિતિ ઉભી થાય છે તે અંગે હવામાન ખાતાએ વૈજ્ઞાનિક તથ્યો સાથે માહિતી જાહેર કરી છે.


સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ઠંડીના સમયમાં શરાબ પીવાથી શરીરમાં ગરમી આવે છે અને ઠંડીનો અહેસાસ થતો નથી પરંતુ નિષ્ણાંતો તેનાથી તદન વિપરીત વાત કરે છે. શરાબ તમને ગરમીનો અનુભવ કરાવી શકે છે પરંતુ વાસ્તવમાં તે તમારા શરીરમાં તાપમાનમાં ઘટાડો કરે છે અને તમારી ઇમ્યુનિટી ઘટાડે છે અને જો તમારી તાત્કાલીક બીમારી હોય તો તેને પણ તક મળે છે. જો તમે વ્યવસ્થિત અભ્યાસ કરો તો શરાબ પીધા બાદ શરીરમાં જે ઠંડીની લહેર હોય છે તે બંધ થઇ થાય છે અથવા તમને જે ધ્રૂજારી અનુભવાતો હોય છે તે પણ ઘટી જાય છે. તેમાં તમે એવું માનો છો કે શરાબના કારણે શરીરમાં ગરમી આવી ગઇ છે અને તેથી ઠંડી લાગશે નહીં પરંતુ જર્નલ ઓફ વાઇલ્ડરનેસ મેડીસીનમાં પ્રસિધ્ધ થયેલા અભ્યાસ મુજબ શરાબ તમારા શરીરનું મુખ્ય ઉષ્ણતામાન ઘટાડી શકે છે અને ઠંડીમાં હાઈપોથર્મિયા નામની એક મેડીકલ ઇમર્જન્સીની સ્થિતિ સર્જાઈ શકે છે. જેમાં શરીરમાં સર્જાતી ગરમીની સામે શરીરમાંથી નીકળતી ગરમીમાં વધારો થાય છે અને તેનાથી શરીરનું તાપમાન અત્યંત ગંભીર રીતે નીચે આવી શકે છે. જો કે સામાન્ય રીતે ઓછો શરાબ પીવાથી આ સ્થિતિ સર્જાતી નથી.


Related News

Loading...
Advertisement