વિકાસની ગતિ વધારતું ગુજરાત : ત્રણ વર્ષમાં ટીપી-ડીપી મંજૂરીની ત્રેવડી સદી

27 December 2020 06:00 PM
Government Gujarat
  • વિકાસની ગતિ વધારતું ગુજરાત : ત્રણ વર્ષમાં ટીપી-ડીપી મંજૂરીની ત્રેવડી સદી

● મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧૦૮ ડ્રાફ્ટ સ્કીમ્સ, ૮૫ પ્રિલીમીનરી તથા ૧૦૭ ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપાઈ ● કોરોનાકાળમાં પણ 'ના ઝુકના હે ના રૂકના હે 'ની નેમ સાથે ૨૦-૨૦ની ઝડપે કામગીરી : વર્ષના અંતિમ મહિનામાં છેલ્લા ૧૮ દિવસોમાં ૪૪ ટી.પી. સ્કીમને આખરી મંજૂરી મળી

રાજકોટઃ
રાજ્ય સરકારે આ વર્ષમાં 100 જેટલી ટી.પી ને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે પણ મંજૂરીની સદી પાર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ 2018 અને 2019ના વર્ષોમાં સતત 100 - 100 ટી.પી ની મંજૂરીઓની સિદ્ધિ મેળવેલી છે. કોરોના કાળ વચ્ચે અનેક અવરોધો હોવા છતાં વિકાસની ગતિ વધારવા આ વર્ષે ડિસેમ્બર મહિનામાં છેલ્લા ૧૮ દિવસોમાં જ ૪૪ ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપાઈ છે.

મુખ્યમંત્રીએ ત્રણ વર્ષમાં કુલ ૩૦૦થી વધુ ટી.પી., ડી.પીને મંજુર આપી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) ૨.૦ ના લોન્ચિંગ વેળાએ ચાલુ વર્ષે પણ ટી.પી./ડી.પી મંજુરીમાં સદીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો તે ફળીભૂત થયો છે. આ વર્ષે ટી.પી.ની સદીમાં ૩૦ ડ્રાફ્ટ, ૧૯ પ્રિલીમનરી અને ૫૧ ફાઈનલ ટી.પી.નો સમાવેશ થાય છે. સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલી રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના નગરોમાં આંતર માળખાકીય સવલતો જેવી કે બ્રિજ, રસ્તા કે ફાયર સર્વિસથી લઇ ડી.પી., ટી.પી. માટેના દરેક પ્રશ્નો માટે જરૂર જણાય ત્યાં ત્વરીત નિષ્ણાંતો, અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરી-બેઠકો યોજી નિર્ણય લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. નગર વિકાસના ત્રણ તબક્કા ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલને મહત્વ આપતા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧૦૮ ડ્રાફ્ટ સ્કીમ્સ, ૮૫ પ્રિલીમીનરી તથા ૧૦૭ ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે. આમ, કોરોનાકાળમાં પણ 'ના ઝુકના હે ના રૂકના હે 'ની નેમ સાથે ૨૦-૨૦ની ઝડપે કામગીરી થઈ છે.

રાજ્ય સરકારે ૨૦૨૦ના વર્ષમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, સહિત અન્ય નાના નગરોની વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ ત્રણ તબક્કામાં હોય છે તેમાં ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલ એમ ત્રણેય તબક્કાઓ અતિ મહત્વના હોય છે.

◆ આ વર્ષે ૫૧ ફાઈનલ ટી.પી.ને મંજૂરી

વર્ષ ૨૦૨૦માં ૫૧ ફાઈનલ ટી.પી.ને મંજૂરી આપી છે તેમાં ઘણી સ્કીમો તો વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં અટવાયેલી હતી તેને મુખ્યમંત્રીએ ટાસ્ક સ્વરૂપે લેવડાવી અત્યાર સુધીમાં સૌથી વધુ ફાઈનલ ટી.પી.ને એક જ વર્ષમાં મંજૂરી આપી રેકોર્ડ સ્થાપ્યો છે અને ઝડપથી આનુષાંગિક કામો થાય તેવી સ્પષ્ટ સૂચના શહેરી વિકાસ અને ટાઉન પ્લાનીંગ ઓથોરિટીને આપી છે. મુખ્યમંત્રી રૂપાણી ખુદ શહેરી વિકાસ વિભાગનો પણ હવાલો ધરાવે છે ત્યારે તેમણે કેટલાક કિસ્સામાં તો ડી.પી., ટી.પી.ને તે જ દિવસે મંજૂરી આપી ઝડપી કામગીરીનો દાખલો બેસાડ્યો છે.


Related News

Loading...
Advertisement